હવે ડેટા ડિલીટ કરવાની જરૂર નથી, ગૂગલ મફતમાં આપી રહ્યું છે 30 GB સ્ટોરેજ, આ રીતે મેળવો એક્સેસ
Google One Lite Plan:ગૂગલે (Google) ભારતમાં Google One Lite પ્લાનને લોન્ચ કર્યો છે.
Google One Lite Plan: ગૂગલે (Google) ભારતમાં Google One Lite પ્લાનને લોન્ચ કર્યો છે. આ અંતર્ગત યુઝર્સ હવે 30 જીબી એકસ્ટ્રા સ્ટોરેજનો આનંદ લઈ શકશે. ખાસ વાત એ છે કે યુઝર્સ તેનો લાભ ફ્રીમાં મેળવી શકે છે. હાલમાં Google One નો નવો લાઇટ પ્લાન પસંદ કરનારા યુઝર્સને આ પ્લાનની જાણકારી આપવામાં આવી રહી છે અને તેનો ઍક્સેસ ટ્રાયલ તરીકે મફત આપવામાં આવી રહ્યો છે. Google One ના બેઝિક પ્લાનમાં યુઝર્સને 100 GB ક્લાઉડ સ્ટોરેજ મળે છે. તે તમારા પરિવારના પાંચ જેટલા સભ્યો સાથે શેર કરી શકાય છે. તેનો બેઝિક પ્લાન 130 રૂપિયાનો છે. પરંતુ નવા લાઇટ પ્લાનની કિંમત અડધાથી ઓછી રાખવામાં આવી છે.
તમે તેનો ઉપયોગ એક મહિના માટે મફત કરી શકો છો
Google તરફથી જાહેર કરાયેલા નવા લાઇટ પ્લાનને એક મહિના માટે ટ્રાયલના રૂપમાં ઓફર કરવામાં આવી રહ્યો છે. તમે ઇચ્છો તો પ્રથમ મહિના માટે બેઝિક પ્લાનને મફતમાં એક્સેસ કરી શકો છો. જોકે, પ્લાનની કિંમત આવતા મહિનાથી ચૂકવવી પડશે. ટૂંક સમયમાં આ યોજનાની તમામ માહિતી કંપની તરફથી આપવામાં આવશે. જો કે આ માટે થોડો સમય રાહ જોવી પડી શકે છે.
જાણો એક મહિનાના લાઇટ પ્લાનની કિંમત કેટલી છે
જો નવા લાઇટ પ્લાનની વાત કરીએ તો તેનો મંથલી પ્લાન 59 રૂપિયા રાખવામાં આવ્યો છે. આમાં 30 જીબી સ્ટોરેજનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન એવા લોકો માટે ફાયદાકારક ડીલ છે જેમનો 15 GB ફ્રી સ્ટોરેજ ભરાઈ ગયો છે અને તેમણે બેઝિક પ્લાન માટે ખર્ચ કરવાની જરૂર નથી. એવું માનવામાં આવે છે કે આ પ્લાન પણ ટૂંક સમયમાં તમામ માટે ઉપલબ્ધ રહેશે જે હાલમાં ફક્ત પસંદગીના લોકો સાથે જ ટેસ્ટ કરાઇ રહ્યો છે.
નોંધનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ Jio AI ક્લાઉડ ઓફર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ઓફરમાં હવે દરેક Jio યુઝરને 100 GB ક્લાઉડ સ્ટોરેજ ફ્રીમાં આપવામાં આવશે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે Jio AI-Cloud વેલકમ ઓફર આ વર્ષે દિવાળીના અવસર પર લોન્ચ કરવામાં આવશે. એપલના iCloudમાં લોકોને માત્ર 5GB ફ્રી સ્ટોરેજ મળે છે. Google તેના યુઝર્સને 15GB મફત ક્લાઉડ સ્ટોરેજ પ્રદાન કરે છે.