આ બે એપ લૂંટી રહી હતી લોકોના પૈસા, Googleએ કરી ડિલિટ, તમારા ફોનમાં તો નથી ને?
ગુગલે બે ફેક ઇન્વેસ્ટમેન્ટ એપને ડિલીટ કરી દીધી છે. આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોરમાં હતી
ગુગલે બે ફેક ઇન્વેસ્ટમેન્ટ એપને ડિલીટ કરી દીધી છે. આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોરમાં હતી, જે રોકાણના નામે લોકોને વધુ વળતરની લાલચ આપીને છેતરતી હતી. ગુરુગ્રામ પોલીસ દ્વારા આ અંગે એક નોટિસ જાહેર કરવામાં આવી હતી, જેના પછી ગૂગલે તેના ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્સને હટાવી દીધી છે, જે એપ્સને હટાવી દેવામાં આવી છે તે છે FHT અને SS-Equitrade છે.
આ એપ્સને તરત જ ડિલીટ કરો
FHT એપને અત્યાર સુધીમાં લગભગ 1.55 લાખ લોકોએ તેમના મોબાઈલ ફોન પર ડાઉનલોડ કરી છે, જે સુરક્ષાના દૃષ્ટિકોણથી ગંભીર ચિંતાઓ ઉભી કરે છે. જો તમે ક્યારેય તમારા મોબાઈલમાં બંને એપ્સ ડાઉનલોડ કરી હોય તો તેને તરત જ ડિલીટ કરી દો. નહી તો તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. આ મામલે સાઈબર પોલીસ દ્વારા ગૂગલ ઈન્ડિયાના નોડલ હેડ લવલીન માનને નોટિસ મોકલવામાં આવી હતી, ત્યારબાદ ગૂગલે આઈટી એક્ટની કલમ 79 (3) હેઠળ કાર્યવાહી કરીને આ બંને એપને હટાવી દીધી છે.
Google ની મોટી કાર્યવાહી
તાજેતરમાં ગૂગલે જાહેરાત કરી હતી કે તેણે વર્ષ 2023માં પ્લે સ્ટોર પરથી લગભગ 2.28 મિલિયન એપ્સ દૂર કરી છે. વર્ષે 2022 માં ગૂગલ પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવેલી એપ્સની સંખ્યા 1.43 મિલિયન હતી.
તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
-વધુ રિટર્ન આપતી એપ ડાઉનલોડ કરવાનું ટાળો, કારણ કે કોઈ એપ શેર માર્કેટ કે બેન્કિંગ સેક્ટર કરતાં વધુ વળતર આપતી નથી. જો કોઈપણ એપ આવો દાવો કરે છે, તો તેના વિશે સાવચેત રહેવું જોઈએ.
-ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરતા પહેલા તેના રિવ્યુ વાંચો.
-ગૂગલ પ્લે સ્ટોર પર એપનું સ્ટાર રેટિંગ તપાસો.