રૉડ અકસ્માતથી લોકોને બચાવવા ગૂગલ લાવી રહ્યું છે આ સ્પેશ્યલ ફિચર, કઇ રીતે ટાળી શકાશે દૂર્ઘટનાને, જાણો વિગતે
યૂઝર્સના ખતરના ધ્યાનમાં રાખીને ગૂગલ એક સ્પેશ્યલ લૉન્ચ કરી રહ્યું છે, જે રસ્તાં-રૉડ પર મોબાઇલ વાપરનારાઓને સતર્ક કરશે, અને તેમને ચેતાવણી આપશે.
નવી દિલ્હીઃ મોબાઇલ આજકાલ દરેક માટે કામનુ અને ખાસ ડિવાઇસ બની ગયુ છે. મોબાઇલના ઉપયોગથી લોકો સુરક્ષા અને જોખમ નિવારણના કેટલાક કામ આસાનીથી કરી શકે છે. ખાસ વાત છે કે મોબાઇલ જે રીતે લોકોને જ રીતે સગવડ આપે છે તેવી જ રીતે ક્યારેય જોખમો પણ ઉભા કરી શકે છે. મોબાઇલના કારણે ક્યારેક મોટુ નુકશાન તો ક્યારેક મોત પણ થઇ શકે છે. આવી દૂર્ઘટનાઓના નિવારણ માટે ગૂગલ હવે એક્શન મૉડમાં આવી ગયુ છે.
યૂઝર્સના ખતરના ધ્યાનમાં રાખીને ગૂગલ એક સ્પેશ્યલ લૉન્ચ કરી રહ્યું છે, જે રસ્તાં-રૉડ પર મોબાઇલ વાપરનારાઓને સતર્ક કરશે, અને તેમને ચેતાવણી આપશે.
સતર્ક થવા માટે કરશે એલર્ટ...
ગૂગલે આ શાનદાર ફિચરને Heads up નામ આપ્યુ છે. ગૂગલની ડિજીટલ વેલબીઇંગ એપ પર આ ફિચર ઉપલબ્ધ થશે. જ્યારે આ એપ મોબાઇલમાં એલર્ટ થઇ જશે ત્યારે આ મોબાઇલ યૂઝરને એલર્ટ કરશે.
કેટલાક સિલેક્ટેડ એલર્ટ પ્રકારે હશે- બી કેયરફૂલ, લુક અહેડ, સ્ટે-ફૉક્સ્ડ, લૂક-અપ, સ્ટે એલર્ટ, વૉચ આઉટ એન્ડ યૉર સ્ટેપ વગેરે... એટલે કે જેવો તમારી સામે ખતરો દેખાશે એપ યૂઝર્સને સતર્ક કરી દેશે, એપ કહેશે આમ ના કરો સતર્ક થઇ જાઓ. જ્યારે પણ રસ્તા પર મોબાઇલ વાપશો તો આ કહેશે રોકાઇ જાઓ, આમ ના કરો.
હાલ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ....
હેડ્સ એપ ફિચરને ડિજીટલ વેલબીઇંગ સાથે મોબાઇલમાં મેન્યૂઅલી એક્ટિવેટ કરવી પડશે. સૌથી પહેલા આ લૉકેશન પરમિશન માંગશે. જ્યારે આને પરમીશન મળી જશે તો આ એક્ટિવેટ થઇ જશે. આનો અર્થ એ થયો કે જ્યારે પણ રસ્તા પર મોબાઇલ યૂઝર સંકટમાં હશે, તો મોબાઇલનુ આ ફિચર તરત જ એલર્ટ કરી દેશે. સ્માર્ટફોન ક્યારે પણ રસ્તા પર યૂઝરનુ ધ્યાન ભટકવા નહીં દે જ્યારે પણ ગાડી આવશે તો તેને એલર્ટ કરશે. ગૂગલે આ એપના બીટા વર્ઝન પર આને રિલીઝ કર્યુ છે. હાલ આ ડિજીટલ વેબબીઇંગ v1.0.3.64375698 aND પર ઉપલબ્ધ છે, જેને Pixel 4a અને Pixel-5 ડિવાઇસ પર જોઇ શકાય છે. આ ફિચર જલ્દી જ એન્ડ્રોઇડ ડિવાઇસ પર આવી જશે.