શોધખોળ કરો

ભારતમાં WhatsApp ના 'Username' ફીચર પર પ્રતિબંધનો ખતરો: સરકારે 3 દિવસમાં મેટા પાસે માંગ્યો જવાબ

WhatsApp username feature India ban: સાયબર ક્રાઇમ વધવાની આશંકાએ કેન્દ્ર સરકારની લાલ આંખ; મેસેજિંગ પ્લેટફોર્મની જવાબદારી નક્કી થશે, WhatsApp નો દાવો- ફીચરથી પ્રાઇવસી મજબૂત થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે WhatsAppના યુઝરનેમ ફીચર સામે વાંધો ઉઠાવ્યો.
  • સાયબર ક્રાઇમ, છેતરપિંડીના જોખમથી મેટાને નોટિસ આપી.
  • WhatsAppએ યુઝર પ્રાઇવસી સુધારવા, છેતરપિંડી રોકવાનો દાવો કર્યો.
  • સરકાર ફીચરનું મૂલ્યાંકન કરશે; નવા જોખમોની શક્યતા.

WhatsApp username feature India ban: તાજેતરમાં લોન્ચ થયેલા લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp ના નવા 'યુઝરનેમ' (Username) ફીચરને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ભારત સરકારે આ ગોપનીયતા ફીચરથી સાયબર ક્રાઇમ અને ઓનલાઇન છેતરપિંડીના કેસોમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. આ મામલે કડક વલણ અપનાવતા કેન્દ્ર સરકારે WhatsApp ની પેરેન્ટ કંપની 'મેટા' (Meta) ને નોટિસ ફટકારી છે અને આગામી 3 દિવસની અંદર આ નવા ફીચર અંગે વિસ્તૃત સ્પષ્ટતા માંગવામાં આવી છે. સરકારનું સ્પષ્ટ માનવું છે કે યુઝર્સના મોબાઈલ નંબર છુપાવીને માત્ર યુઝરનેમ દર્શાવવાથી ઓળખની ચોરી અને ફ્રોડનું જોખમ વધી શકે છે.

પ્લેટફોર્મની જવાબદારી થશે નક્કી

સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના કોઈપણ નવા ફીચર કે પ્રોડક્ટનો દુરુપયોગ કૌભાંડો માટે ન થાય. જો 'યુઝરનેમ' ફીચર, મેસેજ એડિટિંગ ફીચર કે નકલી ગ્રુપ બનાવવા જેવા કોઈપણ માધ્યમથી છેતરપિંડી થશે, તો તેના માટે સીધી જવાબદારી મેસેજિંગ પ્લેટફોર્મની જ રહેશે અને તેમણે નિયમનકારી કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સરકારે NEET પરીક્ષા દરમિયાન વિવાદમાં આવેલા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ (Telegram) પર પણ કડક કાર્યવાહી કરી હતી. ટેલિગ્રામના એડિટિંગ ફીચરના દુરુપયોગને કારણે સરકારે તેના પર પ્રતિબંધ મૂકવા જેવા આકરા પગલાં લીધા હતા.

આ પણ વાંચોઃ Jio અને Airtel કરતા ઘણો સસ્તો છે BSNLનો આ પ્લાન; અનલિમિટેડ કૉલિંગ સાથે મળશે રોજ 2GB ડેટા

WhatsApp ની દલીલ અને સુરક્ષાના દાવા

સરકારની આ નોટિસ અને ચિંતાઓ સામે WhatsApp દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

WhatsApp ના પ્રવક્તાનું નિવેદન: "યુઝરનેમ ફીચર ખાસ કરીને યુઝરની ગોપનીયતા (Privacy) ને વધુ મજબૂત કરવા માટે રજૂ કરવામાં આવ્યું છે, તેને નબળી પાડવા માટે નહીં. આ ફીચરથી 'સિમ સ્વેપ' (SIM Swap) દ્વારા થતી લક્ષિત છેતરપિંડીને સંપૂર્ણપણે રોકી શકાશે."

કંપનીએ દાવો કર્યો છે કે પ્લેટફોર્મના દુરુપયોગને રોકવા માટે તેમણે અનેક સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા છે. જેમાં નકલી એકાઉન્ટ શોધવાની સિસ્ટમ, યુઝરનેમના આધારે નવા સંપર્કો ઉમેરવાની મર્યાદા, વારંવાર યુઝરનેમનું અનુમાન લગાવવાના પ્રયાસો સામે રક્ષણ અને સેલિબ્રિટી કે સરકારી સંસ્થાઓના હાઇ-પ્રોફાઇલ નામોને અનામત (Reserve) રાખવા જેવી કડક વ્યવસ્થાઓ સામેલ છે.

આ પણ વાંચોઃ વીડિયો કોલ પર હવે હસવું પણ મોંઘું પડી શકે છે! ગૃહ મંત્રાલયે જાહેર કર્યું AI સ્કેમ એલર્ટ

MeitY દ્વારા થશે ફીચરનું મૂલ્યાંકન

WhatsApp નું આ યુઝરનેમ ફીચર વપરાશકર્તાઓને ગ્રુપ ચેટમાં તેમનો મોબાઈલ નંબર છુપાવીને માત્ર તેમની પસંદગીનું યુઝરનેમ દર્શાવવાની મંજૂરી આપે છે. આગામી અઠવાડિયામાં તેને સંપૂર્ણ રીતે રોલઆઉટ કરવામાં આવનાર હતું. જોકે, હવે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા આ નવા ફીચરનું કડક મૂલ્યાંકન કરવામાં આવશે. સાયબર નિષ્ણાતોનું માનવું છે કે, આ નવું ફીચર ભલે ગોપનીયતા આપતું હોય, પરંતુ તે ઓળખની ચોરી અને નકલ (Impersonation) જેવા નવા જોખમો પણ ઊભા કરી શકે છે, જેને પહોંચી વળવા સરકાર સાવચેતીના પગલાં લઈ રહી છે.

Frequently Asked Questions

WhatsApp ના નવા યુઝરનેમ ફીચર અંગે ભારત સરકાર શા માટે ચિંતિત છે?

સરકારને ડર છે કે આ ફીચરથી સાયબર ક્રાઇમ, ઓળખની ચોરી અને ઓનલાઇન છેતરપિંડીના કેસોમાં વધારો થઈ શકે છે, કારણ કે યુઝર્સના મોબાઈલ નંબર છુપાવવામાં આવશે.

ભારત સરકારે WhatsApp ના યુઝરનેમ ફીચર અંગે કયા પગલાં લીધા છે?

સરકારે WhatsApp ની પેરેન્ટ કંપની મેટાને નોટિસ ફટકારી છે અને આગામી 3 દિવસમાં ફીચર અંગે વિસ્તૃત સ્પષ્ટતા માંગી છે.

WhatsApp યુઝરનેમ ફીચર રજૂ કરવા પાછળ શું દલીલ કરે છે?

WhatsApp દાવો કરે છે કે આ ફીચર યુઝરની ગોપનીયતાને મજબૂત કરવા અને 'સિમ સ્વેપ' દ્વારા થતી લક્ષિત છેતરપિંડીને રોકવા માટે છે.

જો પ્લેટફોર્મના કોઈ ફીચરનો દુરુપયોગ થાય તો સરકાર કોને જવાબદાર ઠેરવશે?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો 'યુઝરનેમ' ફીચર કે અન્ય કોઈપણ માધ્યમથી છેતરપિંડી થશે, તો તેની સીધી જવાબદારી મેસેજિંગ પ્લેટફોર્મની જ રહેશે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Embed widget