(Source: ECI/ABP News/ABP Majha)
Offer: Samsungના આ ધાંસૂ 5G સ્માર્ટફોન પર મળી રહ્યો છે 6,991 રૂપિયાનો ફાયદો
સેમસંગ ગેલેક્સી M32 5G સ્માર્ટફોનમાં 6.5-ઇંચ HD + ડિસ્પ્લે છે. આ ફોન એન્ડ્રોઇડ 11 આધારિત વન UI પર કામ કરે છે.
Discount On Samsung Smartphone: જો તમે આ દિવાળીમાં એક શાનદાર અને સસ્તો 5G સ્માર્ટફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો, તમારા માટે હાલમાં એક બેસ્ટ ચાન્સ છે. ખરેખરમાં, ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન પર ચાલી રહેલા ગ્રેટ ઇન્ડિયન સેલ (Amazon Great Indian Sale)માં કેટલીય સ્માર્ટફોન પર શાનદાર ઓફર મળી રહી છે. વળી, જો બેસ્ટ ડીલની વાત કરીએ તો Samsung Galaxy M32 5G સ્માર્ટફોનના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટ પર 27 ટકાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ છૂટ બાદ 25,990 રૂપિયા વાળા આ ફોનની કિંમત 18,999 રૂપિયા થઇ ગઇ છે, એટલે કે તમને આ ફોન પર લગભગ 6,991 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. જાણો આ સ્માર્ટફોનની સ્પેશિફિકેશન્સ વિશે......
સ્પેસિફિકેશન્સ-
સેમસંગ ગેલેક્સી M32 5G સ્માર્ટફોનમાં 6.5-ઇંચ HD + ડિસ્પ્લે છે. આ ફોન એન્ડ્રોઇડ 11 આધારિત વન UI પર કામ કરે છે. આ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 720 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.
કેમેરા-
સેમસંગ ગેલેક્સી એમ 32 5જી સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ક્વાડ રીઅર કેમેરા સેટઅપ છે, જેનો પ્રાઈમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે. આ સિવાય 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ સેકન્ડરી લેન્સ આપવામાં આવ્યો છે. 5 મેગાપિક્સલ મેક્રો લેન્સ અને 5 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.
બેટરી અને કનેક્ટિવિટી-
પાવર માટે સેમસંગ ગેલેક્સી M32 5G સ્માર્ટફોનમાં 5000mAh ની બેટરી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi, 5G, 4G LTE, Bluetooth 5.0, NFC, GPS અને USB Type-C પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.