Facebook-Instagram પર નહી મળે આ ફિચર, કંપનીએ બંધ કરવાની કરી જાહેરાત
Facebook: કંપનીએ આ સેવા ત્રણ વર્ષ પહેલા શરૂ કરી હતી. કંપનીએ હવે આ ફિચરને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
Meta ટૂંક સમયમાં તેની એક વિશેષ સર્વિસ બંધ કરવા જઈ રહી છે. કંપનીએ આની સત્તાવાર જાહેરાત કરી છે. કંપની દ્વારા ઘણા સમય પહેલા ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની મદદથી યુઝર્સ ક્રોસ પ્લેટફોર્મ પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અન્ય યુઝર્સના મેસેજનો જવાબ આપી શકે છે.
કંપનીએ આ સેવા ત્રણ વર્ષ પહેલા શરૂ કરી હતી. કંપનીએ હવે આ ફિચરને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે તમે Facebook પર આવતા મેસેજનો જવાબ માત્ર Facebook Messenger દ્વારા જ આપી શકશો. ઇન્સ્ટાગ્રામ માટે પણ એવું જ છે. અહીં પણ તમારે ઇન્સ્ટાગ્રામ પર આવનારા DMનો જવાબ આ જ પ્લેટફોર્મ પર આપવાનો રહેશે. જોકે, ફિચરને બંધ કરવાનું કારણ કંપનીએ જણાવ્યું નથી.
આ સર્વિસ ક્યારે બંધ થશે?
મેટાએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે મેસેન્જર પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ફિચર ઉમેરવાનું છે. અનુમાન છે કે આ ફિચર આ વર્ષના અંત સુધીમાં Facebook મેસેન્જર પર આવી શકે છે. ઇન્સ્ટાગ્રામ સપોર્ટ પેજ પર કંપનીએ માહિતી આપી છે કે ડિસેમ્બરના મધ્યથી ક્રોસ એપ કમ્યુનિકેશન ચેટ્સ બંધ કરવામાં આવશે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ ફિચરને ડિસેબલ કર્યા પછી કોઈપણ પ્લેટફોર્મ પરના યુઝર્સ અન્ય પ્લેટફોર્મ પરના મેસેજનો જવાબ આપી શકશે નહીં. જો કે, તેઓ મેસેજ વાંચી શકશે. આ ઉપરાંત સહભાગીઓને ચેટ હિસ્ટ્રી પણ મળશે. આ ફિચર બંધ થયા પછી તમે Instagram નો ઉપયોગ કરીને Facebook યુઝર્સની સાથે ચેટ કરી શકશો નહીં.
મેટા આ સુવિધા શા માટે બંધ કરી રહ્યું છે?
ફેસબુક સાથે પણ આવું જ થશે. ફેસબુક યુઝર્સ જેઓ એક્ટિવિટી સ્ટેટસ સેટિંગ ફિચરની મદદથી તમને ઓનલાઈન જોઈ શકતા હતા અથવા તમારા મેસેજ જોઈ શકતા હતા, તેમને પણ હવે આ ફિચર્સ મળશે નહીં. બંને પ્લેટફોર્મ પર ચેટિંગ યથાવત રાખવા માટે તમારે નવી ચેટ શરૂ કરવી પડશે.
મેટાએ આ ફિચરને બંધ કરવાનું કારણ જણાવ્યું નથી. કંપનીએ આ ફિચર વર્ષ 2020માં લોન્ચ કર્યું હતું. જો કે, ઘણા લોકોને આ ફિચર પસંદ નથી આવ્યું. કંપની ટૂંક સમયમાં WhatsApp જેવી તેની મેસેજિંગ એપ પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ઉમેરવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે આ કારણોસર કંપનીએ ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.