(Source: ECI/ABP News/ABP Majha)
Instagram: 6 દિવસ બાદ ઇન્સ્ટાગ્રામ પરથી આ ખાસ ફિચર થઇ જશે રિમૂવ, તેની જગ્યાએ શું આવશે નવુ, જાણો વિગતે
પૉપ્યૂલર ફિચરે ઐતિહાસિક રીતે બિઝનેસ અને હાઇ-પ્રૉફાઇલ ક્રિએટર્સને પોતાની સ્ટૉરીના વ્યૂઅર્સને એક વેબસાઇટ પર જવાની અનુમતી આપી છે
નવી દિલ્હીઃ ફેસબુકની માલિકી વાળા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ Instagram આ 30 ઓગસ્ટથી ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીઝમાં "swipe-up" લિન્કને દુર કરવા જઇ રહ્યું છે. પૉપ્યૂલર ફિચરે ઐતિહાસિક રીતે બિઝનેસ અને હાઇ-પ્રૉફાઇલ ક્રિએટર્સને પોતાની સ્ટૉરીના વ્યૂઅર્સને એક વેબસાઇટ પર જવાની અનુમતી આપી છે, જ્યાંથી તે કોઇ પ્રૉડક્ટ વિશે વધુ જાણી શકશે. કંપનીનુ કહેવુ છે કે, "સ્વાઇપ-અપ" કૉલ ટૂ એક્શનની જગ્યાે ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ જેની પાસે પહેલાથી આ ફિચર હતુ તે નવી લિન્ક સ્ટીકરનો યૂઝ કરી શકશે.
30 ઓગસ્ટથી થશે રૉલઆઉટ-
કંપનીએ કહ્યું કે આ સ્ટિકર જૂનમાં કેટલાક યૂઝર્સ સાથે ટેસ્ટ કરવામાં આવ્યુ હતુ, પરંતુ 30 ઓગસ્ટથી આને વધુ યૂઝર્સ માટે રૉલઆઉટ કરી દેવામાં આવશે. એપ રિસર્ચર જેન મનચુ વોંગે સૌથી પહેલા આના પર ધ્યાન આપ્યુ. ઇન્સ્ટાગ્રામનુ કહેવુ છે કે આ તે લોકોને પરિવર્તિત કરવાનુ શરૂ કરી દેશે. જેમની પાસે 30 ઓગસ્ટ, 2021થી લિન્ક સ્ટિકર માટે સ્વાઇપ-અપ લિન્ક સુધી એક્સેસ છે. આમાં તે બિઝનેસ અને ક્રિએટર્સ સામેલ થશે, જે વેરિફાઇડ છે કે પછી જેમને ફોલોઅર્સની સંખ્યા માટે સીમા પુરી કરી લીધી છે.
વ્યૂઅર્સ કરી શકશે રિપ્લાય-
Polls, questions અને location સ્ટિકરની જેમ લિન્ક સ્ટિકર ક્રિએટર્સને અલગ અલગ સ્ટાઇલની વચ્ચે ટૉગલ કરવા આપે છે. સ્ટિકરની સાઇઝ બદલે છે અને પછી આને વધુમાં વધુ એન્ગેઝમેન્ટ માટે સ્ટૉરી પર પ્લેસ કરી દે છે. આ ઉપરાંત વ્યૂઅર્સ હવે કોઇપણ સ્ટૉરીની જેમ લિન્ક સ્ટિકર એટેચ્ પૉસ્ટ પર રિએક્શન અને રિપ્લાય આપી શકશે. આ પહેલા, સ્વાઇપ-અપ લિન્ક વાળી પૉસ્ટ પર તે રીતે ફિડબેક સંભવ ન હતો.
Instagram પર તમારી પૉસ્ટને કરાવવી છે ટ્રેન્ડ, તો અજમાવો આ સરળ ટ્રિક્સ-
Instagram Tricks: જો તમે ઇન્સ્ટાગ્રામ યૂઝ કરો છો, તો સ્વાભાવિક છે કે તમે પણ તમારી પૉસ્ટને વધુમા વધુ ટ્રેન્ડ થાય એવુ પણ ઇચ્છતા હશો. જે લોકોના ઇન્સ્ટાગ્રામ પર લાખ ફોલોઅર્સ હોય છે તે લોકોની પૉસ્ટ હંમેશા ટ્રેન્ડિંગમાં આવી જાય છે. આજે અમે તમને એક એવી ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારી પૉસ્ટને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરાવી શકો છો. આનાથી તમારા ફોલોઅર્સ પણ ઝડપથી વધી જશે.
જાણો ટ્રિક્સ વિશે.....
1. તમારી ઇન્સ્ટાગ્રામ પૉસ્ટની સાથે જો તમે યોગ્ય હેશટેગનો ઉપયોગ કરશો તો આની રીચ ખુબ વધી જશે, અને આની ટ્રેન્ડિંગમાં આવવાની સંભાવના પણ ખુબ વધી જશે.
2. પોતાની પૉસ્ટ કરતી વખતે તમે ત્યાં જ લૉકેશનને જરૂર ટેગ કરો, જો તમે આમ કરશો તો તેનાથી સંબંધિત પૉસ્ટ કરનારા લોકોને તમારી પૉસ્ટ દેખાશે.
3. ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા ટ્રેન્ડિંગ ટૉપિક્સને સર્ચ કરી લો, તે પ્રમાણે તમે કન્ટેન્ટને પૉસ્ટ કરો, અને તેના સંબંધિત લોકોને ટેગ કરો. આનાથી તમારી પૉસ્ટને વધુ લોકો જોઇને રિએક્ટ કરી શકશે.
4. જો તમે તમારી ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ તે સમયે કરો જ્યારે સૌથી વધુ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ માટે તમારે ગૂગલ પર ઇન્સ્ટાની બેસ્ટ ટાઇમિંગ સર્ચ કરી શકો છો. જો તમે આમ કરો છો તો તમારી પૉસ્ટ ખુબ વાયરલ થઇ શકે છે.
5. તમે ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલી તમામ કન્ટેન્ટ અને પૉડકાસ્ટમાં ભાગ લઇને પોતાનો મત આપી શકો છો. ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હોય છે, જે તમારા મતને પણ લાઇક કે ડિસલાઇક કરી શકે છે.
6. તમે તસવીરો ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પૉસ્ટ કરવાના શરૂ કરી દો. હંમેશા લોકો તસવીરોની જગ્યાએ વીડિયો પર વધુ ધ્યાન આપે છે. આવમાં તમારી પૉસ્ટની રીચ અને ફોલોઅર્સ વધવાની સંભાવના વધુ રહેશે.