Jio Vs Airtel, કોણ આપે છે સસ્તી કિંમતમાં વધુ ફાયદા, અહીં સમજો પુરેપુરુ ગણિત
Jio Vs Airtel: Jio ના ડેટા-ઓન્લી પેક 11 રૂપિયાથી શરૂ થાય છે અને 359 રૂપિયા સુધી જાય છે. આમાંના કેટલાકમાં OTT સબ્સ્ક્રિપ્શન પણ શામેલ છે

Jio Vs Airtel: આજકાલ 1GB કે 2GB ની દૈનિક ડેટા મર્યાદા ક્યારેક પૂરતી હોતી નથી, ખાસ કરીને જ્યારે તમે મૂવીઝ સ્ટ્રીમ કરી રહ્યા હોવ અથવા ભારે એપ્લિકેશન અપડેટ્સ ડાઉનલોડ કરી રહ્યા હોવ. આ તે જગ્યા છે જ્યાં ડેટા એડ-ઓન અથવા બૂસ્ટર પેક કામમાં આવે છે. આ એક નાનું રિચાર્જ છે જે તમારા હાલના પ્લાનમાં તાત્કાલિક વધારાનો ડેટા ઉમેરી દે છે અને નવો પ્લાન ખરીદવાની જરૂર નથી. ભારતની બંને મુખ્ય ટેલિકોમ કંપનીઓ, Jio અને Airtel, બજેટ-ફ્રેંડલી ડેટા એડ-ઓન પેક ઓફર કરે છે. પ્રશ્ન એ છે કે, કયો પેક તમને તમારા પૈસા માટે શ્રેષ્ઠ મૂલ્ય આપે છે?
Jio ડેટા એડ-ઓન પેક
Jio ના ડેટા-ઓન્લી પેક 11 રૂપિયાથી શરૂ થાય છે અને 359 રૂપિયા સુધી જાય છે. આમાંના કેટલાકમાં OTT સબ્સ્ક્રિપ્શન પણ શામેલ છે.
11 રૂપિયા – 1 કલાક માટે અનિલિમીટેડ ડેટા
19 રૂપિયા – 1GB ડેટા, 1 દિવસ
29 રૂપિયા – 2GB ડેટા, 2 દિવસ
49 રૂપિયા – અનલિમીટેડ ડેટા, 1 દિવસ
69 રૂપિયા – 6GB ડેટા , 7 દિવસ
100 રૂપિયા – 5GB ડેટા (7 દિવસ) + JioHotstar મોબાઇલ 90 દિવસ
175 રૂપિયા – 10GB ડેટા (28 દિવસ) + Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+ વગેરે
195 રૂપિયા – 15GB ડેટા (90 દિવસ) + JioHotstar મોબાઇલ/TV 90 દિવસ
219 રૂપિયા – 30GB ડેટા (30 દિવસ)
289 રૂપિયા – 40GB ડેટા (30 દિવસ)
359 રૂપિયા – 50GB ડેટા (30 દિવસ)
Airtel ના ડેટા એડ ઓન પેક
Airtel ના ટૉપ-અપ 11 રૂપિયાથી 451 રૂપિયા સુધી છે અને આમાં કેટલાય પ્રીમિયમ OTT બન્ડલ્સ મળે છે.
11 રૂપિયા – 1 કલાક માટે અનલિમીટેડ ડેટા
22 રૂપિયા – 1GB ડેટા, 1 દિવસ
26 રૂપિયા – 1.5GB ડેટા, 1 દિવસ
33 રૂપિયા – 2GB ડેટા, 1 દિવસ
49 રૂપિયા – અનલિમીટેડ ડેટા, 1 દિવસ
77 રૂપિયા – 5GB ડેટા, 7 દિવસ
100 રૂપિયા – 5GB ડેટા (30 દિવસ) + JioHotstar મોબાઇલ 30 દિવસ
121 રૂપિયા – 6GB ડેટા (30 દિવસ)
149 રૂપિયા – 1GB ડેટા+ Airtel Xstream Play Premium (22+ OTTs)
151 રૂપિયા – 9GB ડેટા+ અનલિમીટેડ 5G ડેટા (સિલેક્ટેડ પ્લાન પર)
161 રૂપિયા – 12GB ડેટા (30 દિવસ)
181 રૂપિયા – 15GB ડેટા+ Airtel Xstream Play Premium
195 રૂપિયા – 15GB ડેટા (90 દિવસ) + JioHotstar મોબાઇલ 3 મહિના
279 રૂપિયા – 1GB ડેટા (1 મહિના) + Netflix Basic, JioHotstar Super, ZEE5 Premium, Airtel Xstream Play Premium
361 રૂપિયા – 50GB ડેટા (30 દિવસ)
451 રૂપિયા – 50GB ડેટા (30 દિવસ) + JioHotstar 3 મહિના
કોની ઓફર છે વધુ દમદાર ?
જો તમને ઓછી કિંમતે વધુ ડેટા જોઈતો હોય, તો જિયો તમારા માટે વધુ સારું છે. 19 રૂપિયામાં 1GB જેવા સસ્તા ટૂંકા ગાળાના પેક અને પ્રાદેશિક OTT (Sony LIV, ZEE5, Sun NXT વગેરે) ના બંડલ ફાયદો આપે છે. બીજી તરફ, એરટેલ પ્રીમિયમ OTT પેકેજોમાં આગળ છે. Netflix, JioHotstar, ZEE5 અને Airtel Xstream Play જેવા પ્લેટફોર્મ એક જ રિચાર્જમાં ઉપલબ્ધ છે, જે તેને મનોરંજન પ્રેમીઓ માટે યોગ્ય બનાવે છે.





















