શોધખોળ કરો

iPhone 15 Scam: ફ્રીમાં મળી રહ્યો છે iPhone 15 !! ક્યાંક તમે તો નથી ફંસાયા ને આવા મેસેજની જાળમાં....

હવે આઇફોન ખરીદનારાઓને સાયબર ઠગબાજો નિશાન બનાવી રહ્યાં છે. અત્યારે સોશ્યલ મીડિયા પર ઠગબાજોઓ એક મેસેજ ખૂબ જ વાયરલ કર્યો છે,

iPhone 15 Scam : ટેક દિગ્ગજ એપલે તાજેતરમાં જ દુનિયાભરમાં પોતાના નવા હેન્ડસેટ આઇફોન 15 સીરીઝને લૉન્ચ કરી છે. હવે આ સીરીઝના આઇફોન પાછળ યૂઝર્સ ગાંડા થયા છે, અને ખરીદવા માટે કંઇપણ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે, 12 સપ્ટેમ્બરે જ Appleએ iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max લૉન્ચ કર્યા હતા, આ ત્રણેય ફોન વેચાણ માટે ઉપલબ્ધ છે, પરંતુ તેના માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે. આવી સ્થિતિમાં સાયબર ઠગ આનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

હવે આઇફોન ખરીદનારાઓને સાયબર ઠગબાજો નિશાન બનાવી રહ્યાં છે. અત્યારે સોશ્યલ મીડિયા પર ઠગબાજોઓ એક મેસેજ ખૂબ જ વાયરલ કર્યો છે, જેમાં તેઓએ દાવો કર્યો છે કે ભારતીય પૉસ્ટ ઓફિસ નવરાત્રિના અવસર પર લકી ડ્રૉમાં iPhone 15 આપશે અને આ લકી ડ્રૉમાં સામેલ થવા માટે યૂઝર્સે ફક્ત WhatsAppનો ઉપયોગ કરવો પડશે. પરંતુ તમે કેટલાક ગ્રુપ બનાવીને 20 લોકોને મેસેજ કરવા પડશે. જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ.

ઇન્ડિયન પૉસ્ટ ઓફિસે મેસેજ પર આપી પ્રતિક્રિયા 
સંદેશાવ્યવહાર મંત્રાલય હેઠળના પૉસ્ટ વિભાગે X પ્લેટફોર્મ પર તેના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા યૂઝર્સને કૌભાંડ વિશે જાણ કરી છે. એક ફિશિંગ મેસેજ ખોટો દાવો કરે છે કે ઇન્ડિયા પૉસ્ટ નસીબદાર વિજેતાઓને નવો iPhone 15 આપી રહી છે.

ઈન્ડિયા પૉસ્ટે ટ્વિટ કરીને કહ્યું છે કે, "કૃપા કરીને સાવચેત રહો! ઈન્ડિયા પૉસ્ટ કોઈપણ બિનસત્તાવાર પૉર્ટલ અથવા લિંક દ્વારા કોઈપણ પ્રકારની ભેટ આપતી નથી. ઈન્ડિયા પૉસ્ટ સંબંધિત કોઈપણ માહિતી માટે, કૃપા કરીને ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.. Indiapost.gov .in પર જાઓ. "

ભારતીય પૉસ્ટ ઓફિસે તેની એડવાઈઝરીમાં વાયરલ મેસેજનો સ્ક્રીનશૉટ પણ સામેલ કર્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નવરાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિને આઈફોન 15 ભેટ તરીકે મળશે. સાથે જ મેસેજમાં સૂચનાઓ આપતી વખતે કહેવામાં આવ્યું છે કે જો આ મેસેજ વૉટ્સએપ પર 5 ગ્રુપ અથવા 20 મિત્રો સાથે શેર કરવામાં આવશે તો તમને એક લિંક મળશે. જેના પર ક્લિક કરવા પર ગિફ્ટનો દાવો કરી શકાય છે.

ભારતીય પૉસ્ટ ઓફિસે આપી ચેતાવણી 
ઈન્ડિયા પૉસ્ટે ચેતવણી આપી છે કે આ મેસેજ ફેક છે અને યૂઝર્સને આવા મેસેજ ફૉરવર્ડ ના કરવાની સલાહ આપવામાં આવે છે. આમાં અનધિકૃત લિંક્સ આપવામાં આવી છે, તેના પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
Embed widget