Tata કંપની હવે આવશે Mobileની દુનિયામાં, જાણો કયો મોબાઇલ બનાવશે, ને ક્યારે થઇ શકે છે લૉન્ચ
હાલમાં એપલ ભારતમાં 3 કૉન્ટ્રાક્ટર છે. આ ફૉક્સકૉન, પેગાટ્રૉન અને લક્સશેર આ લિસ્ટમાં સામેલ છે. ફૉક્સકૉન એપલના સૌથી જુના કૉન્ટ્રાક્ટ પ્રૉડક્ટશન્સમાંના એક છે.
iPhone 15 launch date: ટેક દિગ્ગજ એપલે ગયા મહિને જ ભારતમાં દિલ્હી અને મુંબઈમાં ઓફિશિયલી રીતે પોતાના સ્ટૉર ખોલી દીધા છે. હવે એક નવા સમાચાર સામે આવ્યા છે કે, Tata Group ભારતમાં નવા iPhone બનાવશે. ખાસ વાત છે કે, ફૉક્સકૉન, પેગાટ્રૉન અને વિસ્ટ્રૉન ભારતમાં Appleનુ પ્રૉડક્શન કરી રહ્યાં છે. ટ્રેંડફોર્સ, એક સંશોધન સંસ્થા અનુસાર, તાઈવાની કંપની વિસ્ટ્રૉનની ફેક્ટરી સંપાદિત થયા બાદ ટાટા હવે ભારતમાં એપલની ચોથી કૉન્ટ્રાક્ટ પ્રૉડક્શન કંપની બનવાની તૈયારીમાં છે.
Tata ગૃપ બનાવશે iPhone 15 અને 15 Plus -
હાલમાં એપલ ભારતમાં 3 કૉન્ટ્રાક્ટર છે. આ ફૉક્સકૉન, પેગાટ્રૉન અને લક્સશેર આ લિસ્ટમાં સામેલ છે. ફૉક્સકૉન એપલના સૌથી જુના કૉન્ટ્રાક્ટ પ્રૉડક્ટશન્સમાંના એક છે. વળી, ટાટા ગૃપે કર્ણાટકમાં મેન્યૂફેક્ચરિંગ યૂનિટ જમાવ્યા બાદ તાઈવાની કંપની વિસ્ટ્રૉન ભારતમાં પોતાનુ કામકાજ બંધ કરવા માટે તૈયાર થયું છે. ટાટા ગૃપે ભારતમાં વિસ્ટ્રૉનની પ્રૉડક્શન લાઇન હસ્તગત કરી હોવાના રિપોર્ટ છે. આનાથી ભારતમાં iPhone એસેમ્બલી બિઝનેસમાં એન્ટ્રી કરવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.
રિપોર્ટ પ્રમાણે, ટાટા ગૃપને નેક્સ્ટ જનરેશન iPhone 15 અને 15 Plus મૉડલના પ્રૉડક્શન માટે ઓર્ડર મળ્યા છે, જે આ વર્ષના અંતમાં આ ફિલ્ડમાં એન્ટ્રી કરી શકે છે. રિસર્ચ ફર્મનું કહેવું છે કે, Tat ગૃપને iPhone 15 અને iPhone 15 Plusના પ્રૉડક્શનનો એક નાનો ભાગ મળશે. ટાટા બંને મૉડલમાંથી માત્ર 5 ટકા જ એસેમ્બલ કરશે.
iPhone 15 ક્યારે થશે લૉન્ચ -
એપલ તરફથી આ વર્ષે iPhone 15ને સપ્ટેમ્બર મહિનામાં લૉન્ચ કરવામાં આવી શકે છે, ઉલ્લેખનીય છે કે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એપલની iPhone સીરીઝને લૉન્ચ કરવામાં આવે છે.
Tata ની વધુ એક કંપનીનો આવશે IPO, સેબીએ ડ્રાફ્ટ પેપરને આપી મંજૂરી
Tata Play IPO: ટાટા ગ્રુપની કંપની ટાટા પ્લેના પ્રસ્તાવિત આઈપીઓને શેરબજાર નિયમનકાર સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ટાટા પ્લે દેશની પ્રથમ કંપની છે જેણે ગુપ્ત રીતે IPO લાવવા માટે સેબીને દસ્તાવેજો સબમિટ કર્યા હતા. હવે ટાટા પ્લેએ 16 મહિનાની અંદર સેબીમાં અપડેટેડ ડ્રાફ્ટ પેપર ફાઇલ કરવાનું રહેશે. નવો ડ્રાફ્ટ પેપર સામાન્ય લોકો માટે પણ વાંચવા માટે ઉપલબ્ધ રહેશે.
ડાયરેક્ટ ટુ હોમ કંપની ટાટા પ્લેએ IPO લાવવા માટે 29 નવેમ્બર, 2022ના રોજ સેબી, BSE અને NSEને દસ્તાવેજો સબમિટ કર્યા છે. સેબીએ ગયા વર્ષે IPO માટે પ્રી-ફાઈલિંગ ડ્રાફ્ટ પેપર (ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) ગોપનીય રીતે લાગુ કરવાનો નિયમ લાગુ કર્યો છે.
ગોપનીય ફાઇલિંગ હેઠળ, IPO લાવનારી કંપનીને SEBIમાં ખાનગી રીતે રજિસ્ટ્રેશન ફાઇલ કરવાની અને IPO લૉન્ચ થવાની તારીખ નજીક ન આવે ત્યાં સુધી ડ્રાફ્ટ પેપર ફાઇલ કરવાની છૂટ છે. આ નિયમ હેઠળ ડ્રાફ્ટ પેપરને ગુપ્ત રાખવામાં કંપનીઓને મદદ કરવામાં આવે છે. સેબી અને એક્સચેન્જ ઑફર દસ્તાવેજો જોઈ શકે છે પરંતુ અન્ય કોઈ જોઈ શકતું નથી. સેબીએ તેનો પ્રતિભાવ જારી કર્યા પછી અને જ્યારે કંપની IPO લોન્ચ કરવાનું નક્કી કરે છે, ત્યારે કંપનીએ ફરીથી SEBI પાસે અપડેટેડ ડ્રાફ્ટ પેપર ફાઇલ કરવું પડશે.
ટાટા પ્લે (અગાઉની ટાટા સ્કાય) IPO દ્વારા 2000 થી 2500 કરોડ એકત્ર કરી શકે છે. ડિઝની સહિતના ઘણા રોકાણકારોએ IPO દ્વારા ટાટા સ્કાયમાં તેમનો હિસ્સો વેચવો પડશે. ટાટા પ્લેએ પાંચ ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને અંતિમ સ્વરૂપ આપ્યું છે જેમાં કોટક મહિન્દ્રા કેપિટલ, બેન્ક ઓફ અમેરિકા, સિટી, મોર્ગન સ્ટેનલી અને IIFLનો સમાવેશ થાય છે.