Jio New Prepaid Plans: JIO એ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, કોઈ લિમિટ વગર ડેટાનો કરી શકશો ઉપયોગ
એરટેલ, વોડાફોન આઈડિયા અને BSNLને ટક્કર આપવા માટે કંપનીએ તાજેતરમાં Jio Freedom નામના 5 પ્લાન લોન્ચ કર્યા છે. આ ડેટા પ્લાન્સ વિશે વાત કરવામાં આવે તો યુઝર્સ કોઈપણ મર્યાદા વિના ડેટાનો ઉપયોગ કરી શકે છે.
Jio કંપનીએ એરટેલ, વોડાફોન આઈડિયા અને BSNLને ટક્કર આપવા માટે તાજેતરમાં Jio Freedom નામના 5 પ્લાન લોન્ચ કર્યા છે. આ ડેટા પ્લાન્સ વિશે વાત કરવામાં આવે તો યુઝર્સ કોઈપણ મર્યાદા વિના ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય આ પ્લાન સાથે ફ્રી કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. ચાલો જાણીએ જીયો ફ્રીડમ પ્લેન વિશે વિગતવાર.
Jio Freedom Plans માં દરરોજ મળતા ડેટાની કોઈ લિમિટ નથી. રિલાયન્સ જિયોના આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 127, 247, 447, 597 રૂપિયા અને 2,397 રૂપિયાના છે. તો ચાલો જાણીએ જીયોના આ પ્લાનમાં તમને શું ફાયદા થશે.
Jioના 127 રૂપિયાના પ્લાનમાં 12 જીબી ડેટા કોઈપણ લિમિટ વિના આપવામાં આવે છે. કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 15 દિવસની વેલિડિટી સાથેનો પ્લાન 127 રૂપિયાથી શરૂ થાય છે. આ ઉપરાંત આ પ્લાનમાં 100 એમએમએસ અને જીઓ એપ્લિકેશન સબ્સ્ક્રિપ્શન્સ પણ ફ્રીમાં રહેશે.
Jioના 247 ના પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 25 GB ડેટા અને 100 મેસેજ મળશે. યુઝર્સ કોઈપણ મર્યાદા વિના ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત આ ડેટા પ્લાનની સાથે 100 એમએમએસ અને Jio એપ્લિકેશનની સબ્સ્ક્રિપ્શન સાથે મફત કૉલિંગ મફત આપવામાં આવશે. આ પ્રિપેઇડ પ્લાનની વેલિડિટી 30 દિવસ છે.
Jio ના 447 ના પ્લાનમાં વેલિડિટી 60 દિવસની છે. ગ્રાહકોને આ પ્રિપેઇડ પ્લાનમાં કુલ 50 GB ડેટા મળશે. યુઝર્સ આ ડેટાને મર્યાદા વિના ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત આ પ્લાન સાથે 100 એમએમએસ અને જીયો એપ્લિકેશન સબ્સ્ક્રિપ્શન્સ સાથે ફ્રી કૉલિંગ સામેલ રહેશે.
Jio ના 597 પ્લાનમાં દરરોજ 75 GB ડેટા અને 100 એમએમએસ મળશે. યુઝર્સ આ ડેટાને મર્યાદા વિના ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત આ પ્લાન સાથે 100 એમએમએસ અને જીયો એપ્લિકેશન સબ્સ્ક્રિપ્શન્સ સાથે ફ્રી કૉલિંગ સામેલ રહેશે. આ પ્રિપેઇડ પ્લાનની વેલિડિટી 90 દિવસ છે.
જીયોનો આ પ્લાન થોડો મોંઘો છે. 2397 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને 365 GB ડેટા મળશે. યુઝર્સ આ ડેટાને મર્યાદા વિના ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત આ પ્લાન સાથે 100 એમએમએસ અને જીયો એપ્લિકેશન સબ્સ્ક્રિપ્શન્સ સાથે ફ્રી કૉલિંગ સામેલ રહેશે. આ પેકની વેલિડિટી 365 દિવસની છે.