શોધખોળ કરો

WhatsApp Status ડાઉનલોડ કરવાની સરળ રીત, આ રીતે સેવ કરો તમારું ફેવરીટ સ્ટેટસ

વ્હોટ્સએપ સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે અન્ય એપ્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જોકે આ એપ્સને WhatsAppએ લોન્ચ નથી કરી, પરંતુ તમે થર્ડ પાર્ટી એપ્સની મદદથી તમારું મનપસંદ સ્ટેટસ પળભરમાં ડાઉનલોડ કરી શકો છો.

આજકાલ સોશિયલ મીડિયા સાઈટ્સના સ્ટેટસ ફીચર સૌથી વધારે ફેમસ અને હિટ છે. Facebook, Instagramથી લઈને WhatsApp સુધી તમામમાં તમને સ્ટેટસ ફીચર જોવા મળશે. લોકો પોતાની તસવીરસ વિચાર અથવા કોઈ વીડિયો સ્ટેટસમાં મુકતા હોય છે. વ્હોટ્સએપના સ્ટેટસ ફીચરને લગભગ એક વર્ષ થઈ ગયું છે પરંતુ ક્રેઝ હજુ પણ ઘટ્યો નથી. આ ફીચરને યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. વ્હોટ્સએપ પર દરરોજ લાખો ફોટો અને વીડિયો સ્ટેટસ તરીકે પોસ્ટ થાય છે. ખાસ વાત એ છે કે વ્હોટ્સએપનું સ્ટેટસ 24 કલાક આપોઆપ હટી જાય છે. એવામાં ઘણી વખત મિત્રો અથવા સંબંધીના સ્ટેટસને જોઈને તેને ડાઉનલોડ અથવા સેન કરવાનું મન થાય છે. પરંતુ ઘણાં બધા લોકોને એવું કોઈ ઓપ્શન જોવા નથી મળતું. ઘણાં લોકો ફોટોને સ્ક્રીન શોટ દ્વારા સેવ કરી લે છે પરંતુ વીડિયને ડાઉનલોડ કરી નથી શકાય. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેથી તમે તમારા પસંદગીનું સ્ટેટસને પળવારમાં ડાઉનલોડ કરી શકો છો. અમે તમને જાણાવી શું તમે ફોનમાં જ રહેલ હિડન ફોલ્ડર વિશે જ્યાં સ્ટેટસની તસવીર અને વીડિયો આપોઆપ ડાઉનલોડ થઈ જાય છે પરંતુ તમને ખબર નથી રહેતી. આવો જાણીએ. ફોનમાં છુપાયેલું હોય છે સ્ટેટસ ફોલ્ડર અત્યાર સુધી કદાચ તમને પણ ખબર નહીં હોય કે તમારા ફોનમાં જ એક ફોલ્ડર હોય છે જ્યાં WhatsApp સ્ટેટસના ફોટો અને વીડિયો ડાઉનલોડ થાય છે. જ્યારે તમે કોઈના સ્ટેટસ પર ક્લિક કરો છો તો તસવીર અને વીડિયો આ ફોલ્ડરમાં ડાઉનલોડ થઈ જાય છે. કદાચ હજુ સુધી તમને તેની ખબર નહીં હોય કે ફોલ્ડર તમારા જ ફોનમાં છુપાયેલું હોય છે. તેના માટે તમારે સૌથી પહેલા statuses ફોલ્ડરને અનહાઇડ કરવાનું રહેશે. statuses ફોલ્ડરને અનહાઉડ કરવા માટે તમારા ફોનને રીબૂટ અથવા આઈઓએસ ડિવાઈસને જેલબ્રેક કરવાની જરૂરત નથી. તમારે માત્ર File Managerના મેન્યૂ બારમાં જવાનું રહેશે. અહીં તમને એક સેટિંગ્સનો વિકલ્પ જોવા મળશે. Settings પર ક્લિક કર્યા બાદ Unhide Files નો વિકલ્પ જોવા મળશે. અનહાઇડ પર ક્લિક કર્યા બાદ ફાઈલ મેનેજરમાં એક WhatsApp ફોલ્ડર હશે જેમાં જવાનું રહેશે. ત્યાર બાદ તમે એક Media ફોલ્ડર જોવા મળશે. મીડિયા ફોલ્ડરમાં ગયા બાદ વધુ એક statuses નામનું હિડલ ફોલ્ડર જોવા મળશે. તમને આ જ ફોલ્ડરમાં જોઈ શકશો કે સ્ટેટસની તમામ તસવીરો અને વીડિયો. એક વખત આ જાણ્યા બાદ તમે કોઈપણ વીડિયો અથવા તસવીરને જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો. અન્ય બીજી એપ પણ છે વ્હોટ્સએપ સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે અન્ય એપ્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જોકે આ એપ્સને WhatsAppએ લોન્ચ નથી કરી, પરંતુ તમે થર્ડ પાર્ટી એપ્સની મદદથી તમારું મનપસંદ સ્ટેટસ પળભરમાં ડાઉનલોડ કરી શકો છો. તમે આવી એપ્સને Google Play Storeથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. જોકે આ એપ્સને ડાઉનલોડ કર્યા બાદ તમારા ડેટાને લઈને જોખમ રહે છે. આ એપ કેટલી સુરક્ષિત છે એ અમને નથી ખબર. માટે સારું રહેશે કે તમે ફોનમાં આપવામાં આવેલ ફીચરનો જ ઉપયોગ કરો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર
BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર
BMC Election Result 2026: BMCનો 'કિંગ' કોણ? આજે જાહેર કરાશે પરિણામ, ઉદ્ધવ-રાજની પ્રતિષ્ઠા દાવ પર
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી
'...તો સેના મોકલી દઈશ', USના આ રાજ્યમાં પ્રદર્શન કરી રહેલા લોકોને ટ્રમ્પની ધમકી
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
Ahmedabad: અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, યુવક-યુવતી સહિત 16  પકડાયા 
e-Access Vs Ather 450: ક્યું ઈલેક્ટ્રિક સ્કૂટર છે વધુ દમદાર, ખરીદતા અગાઉ જાણો બંન્ને વચ્ચેનું અંતર
e-Access Vs Ather 450: ક્યું ઈલેક્ટ્રિક સ્કૂટર છે વધુ દમદાર, ખરીદતા અગાઉ જાણો બંન્ને વચ્ચેનું અંતર
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
ડૉનાલ્ડ ટ્રમ્પની ઈરાન પર વધુ એક મોટી કાર્યવાહી, ખામેનીની નજીકના 18 લોકો પર USએ લગાવ્યો પ્રતિબંધ 
Ahmedabad flower show: ફ્લાવર શોમાં મુલાકાતનો સમય વધારાયો, VIP ટિકિટ વ્યવસ્થા રાત્રે બંધ
Ahmedabad flower show: ફ્લાવર શોમાં મુલાકાતનો સમય વધારાયો, VIP ટિકિટ વ્યવસ્થા રાત્રે બંધ
Embed widget