શોધખોળ કરો

ભારતમાં હવે વાયરથી નહીં લેસરથી મળશે હાઇ સ્પીડ ઇન્ટરનેટ, આ કંપની લઇને આવી રહી છે મોટો પ્લાન....

દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ સાથે ભાગીદારી કરી છે

What is Laser Internet and how it works? આજે દુનિયાભરમાં ઇન્ટરનેટ એક ખાસ અને મહત્વની જરૂરિયાત બની ચૂક્યુ છે. ઘર હોય કે ઓફિસ... દરેક જગ્યાએ ઇન્ટરનેટ વિના કોઇપણ કામ નથી થઇ શકતું, આ માટે વાઇફાઇ સેટઅપ દરેક જગ્યાએ ઇન્સ્ટૉલ કરેલું છે. અત્યારે આપણે બધા વાયરની મદદથી ઇન્ટરનેટ મેળવીએ છીએ, એટલે કે ઇન્ટરનેટ કનેક્શન પહેલા વાયર દ્વારા આપણા ઘરની આસપાસના થાંભલા પર આવે છે, આ પછી અહીંથી બીજા વાયર મારફતે આપણા સુધી પહોંચે છે. ખાસ વાત છે કે, વાઈફાઈ પહેલા ઘરમાં અલગ-અલગ ડિવાઇસીસમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે માત્ર વાયરનો ઉપયોગ થતો હતો. જોકે વાઈફાઈના આગમન સાથે વાયર વગર પણ નેટનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેમ છતાં ઘર સુધી ઇન્ટરનેટ કનેક્શન લાવવા માટે વાયરની જરૂર રહે છે પરંતુ હવે આગામી સમયમાં આ બધુ જ બદલાઇ જવાનું છે. 

લેસરની મદદથી મળશે ઇન્ટરનેટ - 
દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ સાથે ભાગીદારી કરી છે, અને આ કંપની આગામી સમયમાં લેસર ટેક્નોલૉજીની મદદથી શહેરો અને ગામડાઓમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડશે, એટલે કે, તમારા ઘરની નજીક ઇન્ટરનેટ સુધી પહોંચવા માટે વાયરનો ઉપયોગ કરવામાં આવશે નહીં. અલગ-અલગ જગ્યાએ મશીન લગાવવામાં આવશે, જેની મદદથી ઈન્ટરનેટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચશે.

જો આ વાતને ખુબ આસાની ભાષામાં સમજવી હોય તો, આ ટેક્નોલૉજી એવી જ રીતે કામ કરશે જે રીતે લેસર લાઈટ બાળકોને રમવા માટે બજારમાંથી મળે છે. તમે જોયું જ હશે કે બાળકો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં લેસર લાઈટને ચમકાવતા રહે છે. આમાં મશાલમાંથી એક ફૉકસ પડે છે જે આપણને દેખાય છે. આવું જ કંઈક લેસર ઈન્ટરનેટમાં થશે, જ્યાં લાઈટ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચશે અને ઈન્ટરનેટ વાયર વગર ટ્રાન્સફર થશે.

પ્રૉજેક્ટ Taara લાવશે રિવૉલ્યૂશન   - 
ઉલ્લેખનીય છે કે, આ લેસર આધારિત ઈન્ટરનેટ ટેક્નોલૉજી આલ્ફાબેટની કેલિફૉર્નિયા ઈનૉવેશન લેબમાં ડેવલપ કરવામાં આવી છે જેને X કહેવાય છે. આ પ્રૉજેક્ટને તારા -Taara નામ આપવામાં આવ્યું છે. આ ટેક્નોલૉજી ફાસ્ટ ઈન્ટરનેટ પહોંચાડવા માટે પ્રકાશ કિરણો (એટલે ​​કે પ્રકાશ બીમ) નો ઉપયોગ કરે છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટનો દાવો છે કે આ પ્રૉજેક્ટ ફાયબર જેવા કેબલ વગર અદ્રશ્ય લાઇટ બીમની મદદથી હાઇ-સ્પીડ ડેટા ટ્રાન્સફર કરી શકે છે. વેબસાઈટનો એવો પણ દાવો છે કે વાયરલેસ ઓપ્ટિકલ કૉમ્યૂનિકેશન ટેક્નોલૉજીની મદદથી 20 Gbpsની સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે.

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Embed widget