(Source: ECI/ABP News/ABP Majha)
Tracker: આ છે બેસ્ટ મોબાઇલ ટ્રેકર એપ, ઇન્સ્ટૉલ કર્યા બાદ કોઇ નહીં ચોરી શકે તમારો ફોન, જાણો......
ખાસ વાત છે કે હાલમાં ગૂગલ પ્લે સ્ટૉર પર કેટલીય એવી એપ્સ અવેલેબલ છે જે તમને આસાનીથી ટ્રેકિંગની સુવિધા આપે છે.
Mobile Tracker: દુનિયામાં મોબાઇલ યૂઝર્સની સંખ્યા સતત વધી રહી છે. હવે મોબાઇલ લોકો માટે રૂટિન બની ગયો છે, લોકો નાના મોટા કામો પણ હવે મોબાઇલથી પુરા કરી રહ્યાં છે, પરંતુ જો મોબાઇલ તમારી પાસેથી જતો રહે તો, ચોરાઇ જાય તો. આવા સંજોગોમાં કોઇપણ યૂઝર્સ મોટી પરેશાનીમાં મુકાઇ શકે છે. કેમ કે મોબાઇલમાં આજકાલ તમારા જરૂરી અને કામના ડૉક્યૂમેન્ટ્સ અને તસવીરો, વીડિયો અને ચેટ્સ હોય છે. જો તમે તમારા મોબાઇલને ચોરીથી બચાવવા માંગો છો, તો અહીં અમે તમને બેસ્ટ ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જાણો શું છે...........
સૌથી પહેલા કરો આ કામ -
જો તમારો ફોન ચોરી કે ગુમ થઇ ગયો હોય તો સૌથી પહેલા તેની જાણ પોલીસને કરો. કેમ કે જો તમારા ફોનનો કોઇ દુરપયોગ કરશે તો તમે બચી શકશો. પોલીસ આને ટ્રેક પણ કરી શકશે.
ખાસ વાત છે કે હાલમાં ગૂગલ પ્લે સ્ટૉર પર કેટલીય એવી એપ્સ અવેલેબલ છે જે તમને આસાનીથી ટ્રેકિંગની સુવિધા આપે છે. જેમાં મોબાઇલ બંધ હોય તો પણ તેને ટ્રેક કરી શકે છે. તમે મોબાઇલ ચોરી થતો અટકાવા માંગો છો, તો અહીં બતાવેલી એપ્સને ફોલો કરો........
ટ્રેક ઇટ ઇવિન ઇફ ઇટ ઇઝ ઓફ એપ -
ગૂગલ પ્લે સ્ટૉર પર આ મોબાઇલ ટ્રેકિંગ એપ ખુબ સારી રેટિંગની સાથે ઉપલબ્ધ છે. આને ડાઉનલૉડ કરીને મોબાઇલમાં આસાનીથી ઇન્સ્ટૉલ કરી શકાય છે.
આ એપને ઇન્સ્ટૉલ કરતી વખતે કેટલીક જરૂરી પરમિશન ઓન કરી દો.
આ એપમાં અવેલેબલ ડમી સ્વિચ ઓફ અને ફ્લાઇટ મૉડ ફિચરને ઓન રાખો. આને ઓન કર્યા બાદ, મોબાઇલ ઓફ કરવા પર પણ ઓફ નથી થતો, પરંતુ ચોરી કરનારાઓને લાગશે કે મોબાઇલ ઓફ થઇ ગયો, જેનાથી તમને ટ્રેકિંગમાં આસાની રહેશે.
મોબાઇલમાં આ એપ હોવાથી તમને મોબાઇલ તમને લાઇવ લૉકેશન અને ફ્રન્ટ કેમેરાથી ફોટો ક્લિક કરીને મોકલતુ રહેશે, જેનાથી ચોર આસાનીથી પકડાઇ શકે છે.
Alert: આવા 10 પ્રકારના Passwords રાખનારાઓને થશે નુકશાન, સામે આવ્યો સ્ટડી રિપોર્ટ, જાણો
સાયબર ક્રાઇમને લઇને કરવામાં આવેલા નૉર્ડપાસે 2022ના એક સ્ટડી રિપોર્ટમાં જણાવ્યુ છે કે, દેશમાં કેટલાય લોકો કૉમન પાસવર્ડ યૂઝ કરે છે, અને આ કારણે તેને ક્રેક કરવો હેકર્સ માટે આસાન બની જાય છે. નૉર્ડપાસે 2022માં ઉપયોગમાં લેવામા આવેલા સૌથી કૉમન પાસવર્ડનુ લિસ્ટ શેર કર્યુ છે, જેનાથી જાણી શકાય છે કે દેશમાં લગભગ 3.5 લાખ લોકો સાઇન અપ કરવા માટે પાસવર્ડ તરીકે "પાસવર્ડ"નો જ ઉપયોગ કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, 75,000 થાી વધુ ભારતીયો "બિગબાસ્કેટ"નો પાસવર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે, રિપોર્ટ અનુસાર, આ વર્ષના ટૉપ 10 સૌથી કૉમન પાસવર્ડમાં 123456, bigbasket, password, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234 અને googledummy સામેલ છે.
રિપોર્ટ અનુસાર, આ પાસવર્ડ હજારો યૂઝર્સ ઉપયોગ કરી રહ્યાં છે, રિસર્ચ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયાના 30 દેશોમાં કરવામા આવ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે, આખી દુનિયામાં ગેસ્ટ, વીઆઇપી, 123456 અને અન્ય જેવા પાસવર્ડનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યાં છે, રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે, દર વર્ષે રિસર્ચર એક જ પેટર્ન જુએ છે. જાણો સ્ટ્રૉન્ગ પાસવર્ડ રાખવાની મેથડ વિશે.........
કોઇપણ એકાઉન્ટને પાસવર્ડ સ્ટ્રૉન્ગ કઇ રીતે રાખી શકાશે, જાણો પેટર્ન -
- યૂઝર્સને સલાહ આપવામા આવી રહી છે કે અલગ અલગ અક્ષરો, સંકેતો, અને આંકડાઓની સાથે સ્ટ્રૉન્ગ અને લાંબા પાસવર્ડનો ઉપયોગ કરો.
- ઉદાહરણ તરીકે, કોઇ “@s1Q0#+Ga@os” નો ઉપયોગ કરી શકાય છે. આ રીતે સેટ કરેલો પાસવર્ડ તમને તમારા ડેટા ચોરીની ઘટનાથી બચાવી શકે છે.
- યૂઝર્સ પોતાના દરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખી શકે છે.
- એક જ પ્રકારના પાસવર્ડનો ઉપયોગ કરવાથી હેકર્સ તમારો પાસવર્ડ ક્રેક કરી શકે છે.
- ડ્યૂલ વેરિફિકેશનનો ઉપયોગ કરો.
- પોતાના પાસવર્ડને મેક્સીમમ ત્રણ મહિના બાદ બદલો, આ ઉપરાંત યૂઝર્સ દર મહિને પાસવર્ડ બદલવા ઇચ્છે તો આ રીતની ઘટનાથી સુરક્ષિત રહી શકશે.