શોધખોળ કરો
Advertisement
મોટોરોલાનો Moto G9 Power 8 ડિસેમ્બરે ભારતમાં થશે લોન્ચ, જાણો શું છે ફિચર્સ અને કિંમત
Moto G9 Powerને કંપની આઠ ડિસેમ્બરે લોન્ચ કરશે. જેની મોટોરોલા ઈન્ડિયાએ સત્તાવાર પુષ્ટી કરી દીધી છે.
મોટોરોલા પોતાનો નવો સ્માર્ટફોન Moto G9 Power ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. Moto G9 Powerને કંપની આઠ ડિસેમ્બરે લોન્ચ કરશે. જેની મોટોરોલા ઈન્ડિયાએ સત્તાવાર પુષ્ટી કરી દીધી છે. Moto G9 Powerનું વેચાણ ફ્લિપકાર્ટ પરથી થશે. આ પહેલા Moto G9 Power યૂરોપમાં લોન્ચ થઈ ચૂક્યો છે.
Moto G9 Powerની કિંમત અને ફિચર્સ
ભારતમાં Moto G9 Powerની કિંમત વિશે હાલ કોઈ જાણકારી આપવામાં આવી નથી પરંતુ યૂરોપમાં તેની કિંમત 17,400 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન એકજ વેરિએન્ટમાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે મળશે. સ્ટોરેજને મેમોરી કાર્ડથી વધારી શકાશે.
Moto G9 Powerની સ્પેસિફિકેશન
આ ફોનમાં સ્ટોક એન્ડ્રોઈડ મળશે. તેમાં 6.8 ઈંચની HD+ ડિસ્પ્લે મળશે, જેનુ રિઝોલ્યૂશન 720x1640 છે, પ્રોસેસર ક્વોલકોમનું સ્નેપડ્રેગન 662 આપવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો રિયરમાં ટ્રિપલ કેમેરા સેટ અપ આપવામાં આવ્યું છે. જે 64+2+2 મેગાપિક્સલના સેન્સર છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. Moto G9 Powerમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે. જે 20 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ સિવાય બ્લૂટૂથ v5, NFC, આપવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement