શોધખોળ કરો

કન્ફોર્મ, Motorola ના આ 25 સ્માર્ટફોન મૉડલમાં આવી રહ્યું છે Android 15 Update

Android 15 Update : મોટોરોલા તેના ઘણા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 15 અપડેટ આપવા જઈ રહી છે. કંપનીએ આની સત્તાવાર જાહેરાત કરી છે

Android 15 Update in Motorola Smartphones: અમેરિકન સ્માર્ટફોન કંપની મોટોરોલા છેલ્લા ઘણા સમયથી તેના સૉફ્ટવેર અપડેટમાં વિલંબને કારણે ટીકાઓનો સામનો કરી રહી છે. જોકે, હાલનું વર્ષ 2024 દરેક પ્રકારે તેમના માટે ખુબ સારું રહ્યું છે. આ વર્ષે આ અમેરિકન ફોન કંપનીએ માત્ર તેના ફોનના હાર્ડવેર અને વિશિષ્ટતાઓમાં સુધારો કર્યો નથી, પરંતુ સૉફ્ટવેર અપડેટ્સની સમસ્યાને પણ ખૂબ ગંભીરતાથી લીધી છે.

આ મોટોરોલા સ્માર્ટફોનમાં મળશે Android 15 Update 
આનો સૌથી મોટો પુરાવો એ છે કે, મોટોરોલા તેના ઘણા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 15 અપડેટ આપવા જઈ રહી છે. કંપનીએ આની સત્તાવાર જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ગૂગલે તેનું લેટેસ્ટ ઓએસ એન્ડ્રોઇડ 15 બીટા વર્ઝન રિલીઝ કર્યું છે, જે ગૂગલના ઘણા પિક્સેલ ફોનમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.

હવે પિક્સલ ફોન્સ પછી સેમસંગ અને અન્ય તમામ સ્માર્ટફોન બ્રાન્ડ્સ પહેલાં મોટોરોલાએ તેના કેટલાક પસંદ કરેલા ફોન્સમાં એન્ડ્રોઇડ 15 બીટા વર્ઝનના રૉલઆઉટની જાહેરાત કરી છે. કંપનીના ઓફિશિયલ સપોર્ટ પેજ પરથી આ અંગે કન્ફર્મેશન ઉપલબ્ધ છે, પરંતુ કંપનીએ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. નીચે દર્શાવેલ આ મોટોરોલા ફોન એન્ડ્રોઇડ 15 બીટા વર્ઝનનું અપડેટ મેળવવા જઈ રહ્યા છે.

Motorola Razr phones
Motorola Razr+ (2024) / Razr 50 Ultra
Motorola Razr (2024) / Razr 50
Motorola Razr+ (2023) / Razr 40 Ultra
Motorola Razr (2023) / Razr 40
Motorola Edge phones
Motorola Edge (2024)
Motorola Edge+ (2023)
Motorola Edge 50 Ultra
Motorola Edge 50 Pro
Motorola Edge 50 Neo
Motorola Edge 50 Fusion
Motorola Edge 50
Motorola Moto G series ના ફોન્સ
Motorola Moto G Power 5G (2024)
Motorola Moto G Stylus 5G (2024)
Motorola Moto G 5G (2024)
Motorola Moto G85
Motorola Moto G75
Motorola Moto G55
Motorola Moto G45
Motorola Moto G35
Motorola Moto G34 5G
Motorola ના અન્ય ફોન્સ
ThinkPhone by Motorola
ThinkPhone (2025)

ઉપર જણાવેલા આ ફોનમાં કંપનીએ એન્ડ્રોઇડ 15નું બીટા વર્ઝન અપડેટ આપનારું સૌપ્રથમ છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જૂનું નામ Twitter) પર સ્ક્રીનશોટ શેર કરતી વખતે એક ભારતીય યૂઝરે બતાવ્યું હતું કે Motorola Edge 50 Fusion માં એન્ડ્રોઇડ 15 બીટા વર્ઝનનું રૉલઆઉટ શરૂ થઈ ગયું છે.

આ પછી હવે એન્ડ્રોઇડ 15 બીટા વર્ઝન મેળવતા ફોનનું લિસ્ટ Motorolaના ઓફિશિયલ સપોર્ટ પેજ પર જોવા મળ્યું છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે મોટોરોલાએ સૉફ્ટવેર અપડેટના મામલે પણ પોતાના ફેન્સને ખુશ કરવા તૈયારીઓ કરી લીધી છે.

આ પણ વાંચો

Google નું Android 15 નું પાવરફૂલ અપડેટ સૌથી પહેલા આ ફોન્સમાં મળશે, જુઓ લિસ્ટ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Embed widget