ભારતમાં 10 જૂને લૉન્ચ થશે OnePlus Nord CE 5G ફોન, રિલીઝ પહેલા લીક થયા ફોનના ફિચર્સ
આ ફોન ત્રણ અલગ અલગ સ્ટૉરેજ વેરિએન્ટમાં માર્કેટમાં ઉતારવામાં આવશે. સાથે જ આમાં ત્રિપલ રિયર કેમેરાનો સેટઅપ અને સેલ્ફી માટે એક ફ્રન્ટ કેમેરા પણ અવેલેબલ છે. જાણો કંપની OnePlus Nord CE 5Gમાં યૂઝર્સને શું શું ફિચર્સ ઓફર કરવાની છે......
નવી દિલ્હીઃ સ્માર્ટફોન બનાવનારી જાણીતી કંપની OnePlus 10 જૂને ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન OnePlus Nord CE 5G લૉન્ચ કરવા જઇ રહી છે. લૉન્ચ પહેલા જ આ મિડ-રેન્જ સ્માર્ટફોનના ફિચર્સ અને અન્ય સ્પેશિફિકેન્સ લીક થઇ ગઇ છે. આ ફોન ત્રણ અલગ અલગ સ્ટૉરેજ વેરિએન્ટમાં માર્કેટમાં ઉતારવામાં આવશે. સાથે જ આમાં ત્રિપલ રિયર કેમેરાનો સેટઅપ અને સેલ્ફી માટે એક ફ્રન્ટ કેમેરા પણ અવેલેબલ છે. જાણો કંપની OnePlus Nord CE 5Gમાં યૂઝર્સને શું શું ફિચર્સ ઓફર કરવાની છે......
ફિચર અને સ્પેશિફિકેશન્સ.....
OnePlus Nord CE 5G ફોનમાં 6.43 ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. સાથે જ આમાં 1080x2400 પિક્સલ રિઝૉલ્યૂશન પણ આપવામાં આવ્યુ છે. ફોનની ફ્રન્ટ ડિસ્પ્લે પંચ-હૉલ ડિઝાઇન અને 90Hzના શાનદાર રિફ્રેશ રેટની સાથે આવશે. આ ફોનની થિકનેસ 7.9mm છે, અને કેટલાક કલર ઓપ્શનમાં માર્કેટમાં ઉપલબ્ધ થશે. OnePlus Nord CE 5Gમાં Qualcomm Snapdragon 750G SoCનુ પ્રૉસેસર હશે.
OnePlus Nord CE 5G ફોન Android 11 પર આધારિત OxygenOS 11 પર કામ કરશે. આ ફોન ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર વાળી છે. સાથે જ 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે 30 વૉટનુ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં ડ્યૂલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ, 3.5mm હેડફોન જેક અને યુએસબી ટાઇપ-C પોર્ટ જેવા ઓપ્શન મળશે.
ફોનમાં હશે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ....
ફોન 12જીબી સુધીની રેમ અને 128જીબી સુધીનુ ઇન્ટરનલ સ્ટૉરેજની સાથે આવશે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં એલઇડી ફ્લેશની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 64 મેગાપિક્સલનો ઓમ્નીવિઝન પ્રાઇમરી સેન્સરની સાથે સાથે એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ અને એક 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામાં આવશે. સાથે જ સેલ્ફી માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ ફોન ત્રણ અલગ અલગ સ્ટૉરેજ વેરિએન્ટમાં આવી શકે છે. આમાં 6GB RAM + 64GB ઇન્ટરનલ મેમોરી, 8GB RAM + 128GB ઇન્ટરનલ મેમરી અને 12GB RAM + 256GB ઇન્ટરનલ મેમરીના વેરિએન્ટ સામેલ છે. ફોનની શરૂઆતી મૉડલની કિંમત 20 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે.