શોધખોળ કરો
48MP કેમેરા અને દમદાર બેટરી સાથે Oppo A93 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
આ 5G સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 480 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનને બે સ્ટોરેજ અને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

સ્માર્ટફોન નિર્માતા કંપની Oppoએ પોતાનો નવો Oppo A93 5G સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સરવાળા ટ્રિપલ કેમેરા સેટઅપ અને 5,000mAhની દમદાર બેટરી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સાથે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. આ 5G સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 480 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનને બે સ્ટોરેજ અને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Oppo A93 5Gના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 22,500 રૂપિયા રાખવામાં આવી છે. સ્માર્ટફોનનું વેચાણ 20 જાન્યુઆરીથી શરુ થઈ શકે છે. આ ફોનને ચીનમાં ઓનલાઈન શોપિંગ વેબસાઈટ JD.com પર પ્રી- ઓર્ડર કરી શકાય છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.5 ઈંચ ફૂલ એચડી પ્લસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનું 1,080x2,400 પિક્સલ રિઝોલ્યૂશન અને 90Hz રિફ્રેશ રેટવાળી છે. આ સ્માર્ટફો એન્ડ્રોઈડ 11 પર આધારિત ColorOS 11.1 પર ચાલે છે. ફોટોગ્રાફી માટે રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જેમાં 48 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 2MP મેક્રો સેન્સર અને 2 MP મોનોક્રોમ સેન્સર મળે છે. સેલ્ફી માટે 8 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.
વધુ વાંચો





















