શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચાર રિયર કેમેરા સાથે Poco M2 Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને સ્પેશિફિકેશન
આ ફોનમાં ફોટોગ્રાફી માટે રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપ્યું છે. પાવર માટે દમદાર બેટરી 5000 mAh આપવામાં આવી છે.
નવી દિલ્હી: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની POCOએ ભારતમાં પોતાનો નવો મિડ રેન્જ સ્માર્ટફોન ‘M2 Pro’ને લોન્ચ કરી દીધો છે. તેનું વેચાણ 14 જુલાઈ 2020થી ફ્લિપકાર્ટ પર શરુ થશે.
આ ફોનમાં ફોટોગ્રાફી માટે રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપ્યું છે, જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એન્ગલ લેન્સ, 5 મેગાપિક્સલનો માઈક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર સામેલ છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
Poco M2 Proને ત્રણ વેરિએન્ટમાં માર્કેટમાં ઉતાર્યો છે. Poco M2 Pro 4GB રેમ + 64GB સ્ટોરેજની કિંમત 13,999 રૂપિયા છે,
6GB રેમ+ 64GB સ્ટોરેજની કિંમત 14,999 રૂપિયા, 6GB રેમ + 128GB સ્ટોરેજની 16,999 રૂપિયા રાખવામાં આવી છે.
Poco M2 Pro માં 1080x2400 પિક્સલ રિઝોલ્યૂશનવાળી 6.67 ઈંચની HD+ ડિસ્પલે સાથે સેફ્ટી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નો સપોર્ટ આપવામાં આવ્યો છે. પ્રોસેસર ક્વોલ કોમ સ્નેપડ્રેગન 720G છે. આ ફોન એન્ડ્રોઈડ 10 પર આધારિત MIUI 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.આ સ્માર્ટફોનમાં બેટરી 5000 mAh આપવામાં આવી છે જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion