Big Updates: હવે ફોનમાં તમે QR કૉડ સ્કેન કરીને ટ્રાન્સફર કરી શકશો E-Sim, જાણો ફેસિલિટી
એપલ પોતાના લેટેસ્ટ ડિવાઇસમાં ઇ-સિમ કાર્ડને સપોર્ટ કરે છે. કંપનીએ iOSમાં એક ફિચર આપ્યું છે, જેની મદદથી iOS યૂઝર્સ આસાનીથી બે iPhone વચ્ચે સિમ કાર્ડ ટ્રાન્સફર કરી શકે છે.
QR based E-Sim Transfer in Android: ગૂગલ આવનારા સમયમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એક અદભૂત ફિચર આપવા જઇ રહ્યું છે, જેના પછી એન્ડ્રોઇડ યૂઝર્સ તેમના ઇ-સિમ કાર્ડને (E-Sim) એક ફોનથી બીજા ફોનમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકશે. તમે QR કૉડ સ્કેન કરીને તમારા સિમને નવા ફોનમાં ટ્રાન્સફર કરી શકશો. હાલમાં ભારતમાં ઇ-સિમ (E-Sim) સપૉર્ટેડ એન્ડ્રોઈડ ફોન વેચાતા નથી, પરંતુ ભવિષ્યમાં લોકોની માંગને ધ્યાનમાં લઈને કંપની એન્ડ્રૉઈડમાં આ ફિચર લાવવા જઈ રહી છે. એપલ હાલમાં સ્માર્ટફોન માર્કેટમાં ઈ-સિમ (E-Sim) કાર્ડ સેવા આપે છે.
એપલ iPhoneમાં ઇ-સિમ માટે આપે છે આ સર્વિસ -
એપલ પોતાના લેટેસ્ટ ડિવાઇસમાં ઇ-સિમ કાર્ડને સપોર્ટ કરે છે. કંપનીએ iOSમાં એક ફિચર આપ્યું છે, જેની મદદથી iOS યૂઝર્સ આસાનીથી બે iPhone વચ્ચે સિમ કાર્ડ ટ્રાન્સફર કરી શકે છે. હવે એન્ડ્રોઇડ પણ એ જ તર્જ પર કામ કરી રહ્યું છે. જો કે, તમને આ સુવિધા એન્ડ્રોઇડમાં અલગ રીતે મળશે. કંપની પ્લેસ્ટૉરની અંદર ક્યાંક આ ફિચર સેટ કરી રહી છે. યૂઝર્સે QR કૉડ સ્કેન કરવાનો રહેશે જેના પછી તેઓ સિમ કાર્ડ ટ્રાન્સફર કરી શકશે. હાલમાં, આ માહિતી જાહેર કરવામાં આવી નથી કે વાસ્તવિકમાં આ સુવિધા ક્યાં હશે અને આખી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે.
પહેલા પિક્સલ ફોનમાં મળી શકે છે ફિચર્સ -
કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગૂગલ પહેલા આ QR આધારિત ઇ-સિમ ટ્રાન્સફર ફિચર Pixel ડિવાઇસમાં આપી શકે છે. વાસ્તવમાં, ઘણી વખત કંપની પ્રથમ પિક્સલ ફોન માટે નવી સુવિધાઓ રજૂ કરે છે અને પછી તે અન્ય ગ્રાહકો માટે ઉપલબ્ધ થાય છે. એકંદરે આ અપડેટ ઉપયોગી છે કારણ કે હાલમાં બે Android ડિવાઇસ વચ્ચે ઇ-સિમ ટ્રાન્સફર કરવાનો કોઈ વિકલ્પ નથી.
Gmailમાં ગૂગલ આપી રહ્યું છે આ ફિચર -
વેબ વર્ઝનની જેમ ગૂગલ જીમેલની એન્ડ્રોઈડ અને આઈઓએસ એપમાં ટ્રાન્સલેટ ફીચર આપવા જઈ રહ્યું છે. આ ફીચર હેઠળ યુઝર્સ પોતાની મનપસંદ ભાષામાં મેઇલ સમજી શકશે. જો મેઇલ યૂઝર્સ દ્વારા સેટ કરેલી પ્રાથમિક ભાષા ઉપરાંત ભાષામાં આવે છે, તો મેઇલનો અનુવાદ કરવા માટે એક પૉપ-અપ સ્ક્રીન દેખાશે. અહીંથી તમે 100થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ તમારી મનપસંદ ભાષામાં મેઇલ વાંચી શકો છો.