29 ઓગસ્ટે ધૂમ મચાવવા આવી રહ્યો છે Realme 13 5G Series, મળશે પાવરફૂલ પ્રૉસેસર
Realme Come Soon: સ્માર્ટફોન નિર્માતા કંપની રિયલમી ટૂંક સમયમાં માર્કેટમાં એક નવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહી છે
Realme Come Soon: સ્માર્ટફોન નિર્માતા કંપની રિયલમી ટૂંક સમયમાં માર્કેટમાં એક નવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહી છે. આ સ્માર્ટફોનમાં તમે ઘણા શાનદાર ફિચર્સ તેમજ પાવરફુલ પ્રૉસેસર જોઈ શકો છો. વાસ્તવમાં, કંપની 29 ઓગસ્ટ 2024ના રોજ ભારતીય બજારમાં Realme 13 5G સીરીઝ લૉન્ચ કરવા જઈ રહી છે. આ સાથે એવું માનવામાં આવે છે કે આ ફોનને પાવરફૂલ પ્રસેસર સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે.
મળશે પાવરફૂલ પ્રૉસેસર
માહિતી અનુસાર, કંપનીએ X પર એક પૉસ્ટર પોસ્ટ કર્યું છે જેમાં આ સ્માર્ટફોનને બે કલરમાં બતાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની લૉન્ચિંગ તારીખ અને પ્રૉસેસર વિશે પણ માહિતી શેર કરવામાં આવી છે.
Realmeનો આ સ્માર્ટફોન સૌથી ઝડપી ડાયમેન્શન 7300 એનર્જી ચિપસેટ પ્રૉસેસર સાથે લૉન્ચ કરવામાં આવશે. ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર રીલીઝ થયેલી Realme 13 5G સીરીઝના લેન્ડિંગ પેજ પર ફોન વિશેની માહિતી શેર કરવામાં આવી છે. કંપની અનુસાર, આ સ્માર્ટફોનને પાવરફૂલ ચિપસેટ, પાવરફુલ ચાર્જિંગ અને શાનદાર મેમરી સાથે માર્કેટમાં લૉન્ચ કરવામાં આવશે.
Speed meets skill as realme joins forces with @GodLike_in! Prepare for an epic gaming experience that's fast, fierce, and unstoppable with the #realme13Series5G. Let the games begin!
— realme (@realmeIndia) August 23, 2024
Know more: https://t.co/Q9GsYfxqut#UnmatchedSpeed #SpeedAhead #DilSeGodlike #Ad #Sponsored pic.twitter.com/68jvinZIOs
રિયલમી 12 સીરીઝે મારી હતી એન્ટ્રી
આ પહેલા કંપનીએ ભારતીય માર્કેટમાં પોતાનો Realme 12 5G સીરીઝ સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. કંપનીએ તેને આ વર્ષે 6 માર્ચે લૉન્ચ કર્યું હતું. આ સીરીઝમાં કંપનીએ Realme 12 5G અને Realme 12+ 5G ફોન લોન્ચ કર્યા હતા. તેમની કિંમત અનુક્રમે 16,999 રૂપિયા અને 19,999 રૂપિયા છે. જ્યારે 13 સીરીઝની કિંમતો વિશે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી, એવું માનવામાં આવે છે કે આ સ્માર્ટફોન 12 સીરીઝ કરતા થોડો મોંઘો હોઈ શકે છે. આ સાથે તેમાં એક શાનદાર કેમેરા સેટઅપ તેમજ પાવરફુલ બેટરી પણ હશે જે સ્માર્ટફોનને ફાસ્ટ ચાર્જિંગ પણ આપશે.
આ પણ વાંચો
1 સપ્ટેમ્બરથી બંધ થઈ જશે આ Apps, Google એ લીધો મોટો નિર્ણય