શોધખોળ કરો

દમદાર બેટરી અને 128GB સ્ટોરેજ સાથે Redmi 9 Powerનું નવું વેરિએન્ટ લોન્ચ, જાણો શું છે કિંમત અને ફિચર્સ

Redmi 9 Powerફોનમાં 6.53 ઇંચની ફુલ-એચડી + ડોટ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. Redmi 9 Power લેટેસ્ટ MIUI 12 operating સિસ્ટમ પર કામ કરે છે. આ ફોન નોટ 9 4Gનું રીબેઝ્ડ વર્ઝન છે.

ચીની કંપની શાઓમીએ ભારતમાં પોતાના દમદાર સ્માર્ટફોન Redmi 9 Powerનું નવું વેરિએન્ટ નવો અવતાર લોન્ચ કરી દીધો છે. રેડમીનો આ એક બજેટ સ્માર્ટફોન છે. કંપનીએ આ ફોન ડિસેમ્બર 2020 માં લોન્ચ કર્યો હતો. ત્યારે આ ફોન ફક્ત 4GB+64GB અને 4GB+128GB જીબી વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે કંપનીએ તેનું 6GB રેમ + 128GB સ્ટોરેજ વર્ઝન લોન્ચ કરી દીધો છે. Redmi 9 Powerની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે. તેને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ઓનલાઈન શોપિંગ સાઇટ એમેઝોનથી પણ ખરીદી શકો છો. આ ફોનમાં બ્લેઝિંગ બ્લુ, ઇલેક્ટ્રિક ગ્રીન, માઇટી બ્લેક અને ફિયરી રેડ કલર મળશે. Redmi 9 Powerના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 6.53 ઇંચની ફુલ-એચડી + ડોટ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. Redmi 9 Power લેટેસ્ટ MIUI 12 operating સિસ્ટમ પર કામ કરે છે. આ ફોન નોટ 9 4Gનું રીબેઝ્ડ વર્ઝન છે. કંપનીએ ગયા મહિને તેને ચીનમાં લોન્ચ કર્યો હતો. આ ફોન, Android 10 પર આધારીત MIUI 12 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે, તેમાં 4 G VoLTE, ડ્યુઅલ-બેન્ડ વાઈ-ફાઇ, બ્લૂટૂથ v5.0, જીપીએસ, યુએસબી ટાઇપ-સી, અને 3.5mm હેડફોન જેક જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ ફોનમાં 6000mAh દમદાર બેટરી આપવામાં આવી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Redmi 9 Powerના કેમેરાની વાત કરીએ તો તેમાં તમને 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર, 8 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. શું છે કિંમત Redmi 9 Powerના અત્યાર સુધી ત્રણ વેરિએન્ટ માર્કેટમાં આવી ગયા છે. જેમાં 4GB+64GBવાળા વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા છે, જ્યારે 4GB+128GB વેરિએન્ટની કિંમત 11,999 રૂપિયા છે. હવે લેટેસ્ટ 6GB RAM+ 128GB સ્ટોરેજ વર્ઝનની કિંમત 12,999 રૂપિયા છે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget