Samsung આજે લૉન્ચ કરશે 6000mAh બેટરી વાળો ધાંસૂ ફોન, જાણો સ્પેશિફિકેશન્સ વિશે......
ફોન અમેઝોન પર બપોરે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે. સેમંસગના આ ફોનમાં દમદાર MediaTek Helio G85 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ફોનમાં 6 GB રેમ પણ આપવામાં આવી છે. જાણઓ Galaxy M32માં શું છે ખાસિયતો......
નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની સેમસંગ આજે ભારતમાં નવો સ્માર્ટફોન Samsung Galaxy M32 લૉન્ચ કરવા જઇ રહી છે. ફોન અમેઝોન પર બપોરે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે. સેમંસગના આ ફોનમાં દમદાર MediaTek Helio G85 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ફોનમાં 6 GB રેમ પણ આપવામાં આવી છે. જાણઓ Galaxy M32માં શું છે ખાસિયતો......
આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ-
Samsung Galaxy M32 સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 90Hz હોઇ શકે છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ One UI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. આ ફોનમાં પરફોર્મન્સ માટે MediaTek Helio G85 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં 6 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે.
કેમેરા-
Samsung Galaxy M32 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો હશે. સાથે જ ફોનમાં ડેપ્થ સેન્સર, અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ ઉપરાંત મેક્રો લેન્સ મળશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
પાવર અને કનેક્ટિવિટી-
પાવર માટે Samsung Galaxy M32 સ્માર્ટફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી શકે છે. કનેક્ટિવિટી માટે આમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, યુએસબી પોર્ટ જેવા ફિચર્સ મળી શકે છે. આ ફોન બ્લૂ અને બ્લેક બે કલર વેરિએન્ટમાં લૉન્ચ થઇ શકે છે.