શોધખોળ કરો

Samsungના આ ફોન પાછળ ગાંડા થયા લોકો, મિનિટોમાં આઉટ ઓફ સ્ટોક થયો ફોન

ફોનની સૌથી ખાસ વાત એ છે કે તે વીડિયો શૂટ અથવા ફોટો ક્લિક કરવા માટે 90 ડિગ્રી સુધી વળી શકે છે.

નવી દિલ્હીઃ દિગ્ગજ સ્માર્ટફોન કંપની સેમસંગનો સ્માર્ટફોન Samsung Galaxy Z Flip ફોલ્ડેબલ ફોન પોતાના પહેલા જ પ્રી ઓર્ડર સેલ દરમિયાન મિનિટોમાં આઉટ ઓફ સ્ટોક થઈ ગયો છે. ફોનનો પ્રી ઓર્ડર સેલ સવારે 11 કલાકે શરૂ થયો હતો. 1 કલાકથી ઓછા સમયમાં જ ફોનનો સ્ટોક ખત્મ થઈ ગયો. રિટેલ આઉટલેટ્સ જેના પર ગેલેક્સી ઝેડ ફ્લિપ આઉટ ઓફ સ્ટોક થઈ ગયો. સેમસંગ ઇન્ડિયાએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, જે યૂઝર્સને આ ફોન માટે પ્રી ઓર્ડર કર્યો છે તેને 26 ફેબ્રુઆરી સુધીમાં આ ફોનની ડિલિવરી કરી દેવામાં આવશે. ભારતમાં આ ફોનની કિંમત 1,09,990 રૂપિયા છે. જો પ્રથમ પ્રી બુકિંગમાં ફોન ખરીદવાથી ચૂકી ગયા છો તો તમારે માટે ફરી 28 ફેબ્રુઆરીએ તક છે. કારણ કે 28 ફેબ્રુઆરીએ ફરી ફોનનું પ્રી બુકિંગ થશે. આ ફોન મિરર પર્પલ અને મિરર બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. Samsungના આ ફોન પાછળ ગાંડા થયા લોકો, મિનિટોમાં આઉટ ઓફ સ્ટોક થયો ફોન વાત કરીએ તો ફોનની ખુબીઓની તો ફોનમાં 425 ppi અને 21.9:9 આસ્પેક્ટ રેશિયોની સાથે 6.7 ઇંચની ફુલ એચડી+ ડાઈનેમિક AMOLED ઇનફિનીટી ફ્લેક્સ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં આપવામાં આવેલ નું સેકન્ડરી કવર ડિસ્પ્લે 1.06 ઇંચનું છે. ફોનનું મુખ્ય ડિસ્પ્લે પંચ-હોલ ડિઝાઈનની સાથે આવે છે. તેમાં તમને 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે. બહારની બાજુ ફોનમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ સેન્સર અને 12 મેગાપિક્સલનો વાઈડ એંગલ પ્રાઈમરે કેમેરા આપવામાં આવ્યો છે. આ કેમેરો OIS સપોર્ટ અને 8X ડિજિટલ ઝૂમથી સજ્જ છે. ફોનની સૌથી ખાસ વાત એ છે કે તે વીડિયો શૂટ અથવા ફોટો ક્લિક કરવા માટે 90 ડિગ્રી સુધી વળી શકે છે. એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર બેસ્ડ OneUIની સાથે આવનાર આ ફોનમાં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. 8 જીબી રેમ ઓપ્શન સાથે આવતા આ ફોનમાં 3,300mAhની બેટરી આપવામાં આવી છે. Samsungના આ ફોન પાછળ ગાંડા થયા લોકો, મિનિટોમાં આઉટ ઓફ સ્ટોક થયો ફોન સાઈઝની વાત કરીએ તો ફોલ્ડ થવા પર ફોન 87.4x73.6x17.33mm અને અનફોલ્ડ થવા પર 167.3x73.6x7.2mmનો થઈ જાય છે. ફોન ખાસ બિલ્ટ ઇન ફ્લેક્સ મોડ UIથી સજ્જ છે જેને કંપનીએ ગૂગલની સાથે મળીને તૈયાર કર્યું છે. ફોનમાં તેને 'Hideaway Hinge' દ્વારા અનેબલ કરી શકાય છે. તેની મદદથી યૂઝર ફોનને અલગ અલગ એંગલ પર ખોલી શકે છે. કંપનીનો દાવો છે કે ફોન 2 લાખ વાર આરામથી ખોલી અને બંધ કરી શકાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો

IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત

હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી

Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો

'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

Embed widget