Netflix latest Update: એકથી વધુ એકાઉન્ટ પર Netflix જોનારા લોકોને ઝટકો, હવે નહીં કરી શકો પાસવર્ડ શેર, જાણો કેમ
Netflixમાં હાલમાં એક જ એકાઉન્ટને અનેક લોકો એક્સેસ કરી શકે છે, પરંતુ નવુ ફીચર આવ્યા બાદ એકવારમાં એક જ એકાઉન્ટ એક જ ડિવાઈસ પર યૂઝ કરી શકશે.
નવી દિલ્હી: OTT પ્લેટફોર્મ Netflix એક નવુ ફિચર લાવી રહ્યું છે. જે આવ્યા બાદ યૂઝર્સ પોતાના ફ્રેન્ડ્સ સાથે પોતાના એકાઉન્ટનો પાસવર્ડ શેર નહીં કરી શકે. નેટફ્લિક્સ પોતાના નવા ફીચર પર ટેસ્ટિંગ કરી રહ્યું છે. પાસવર્ડ શેરિંગ વધુ હોવાના કારણે અને તેના પર નિયંત્રણ લાવવા માટે આમ કરવામાં આવી રહ્યું છે. એક્સપર્ટનું કહેવું છે કે, આ પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન મોંઘુ છે અને આ ફીચર આવ્યા બાદ તેના સબ્સક્રાઈબર્સમાં ઘટાડો આવી શકે છે.
એક સમયે એક જ એકાઉન્ટ ચાલશે
Netflixમાં હાલમાં એક જ એકાઉન્ટને અનેક લોકો એક્સેસ કરી શકે છે, પરંતુ નવુ ફીચર આવ્યા બાદ એકવારમાં એક જ એકાઉન્ટ એક જ ડિવાઈસ પર યૂઝ કરી શકશે. નેટફ્લિક્સના નવા અપડેટ બાદ દરેક વખતે એકાઉન્ટ હોલ્ડર પાસે એક મેસેજ આવશે જેનાથી એકાઉન્ટ હોલ્ડર વેરિફાઈ કરવામાં આવશે.
આ ફીચરનો ફાયદો એ છે કે જો તમારી પાસે એકજ ડિવાઇસ લોગિનવાળો પ્લાન છે અને તમે નેટફ્લિક્સ પર કંઇક જોઈ રહ્યા છો, તો તમારી પાસે મેસેજને વેરિફાઈ નહીં કરવાનો વિકલ્પ પણ હશે. આવી સ્થિતિમાં તમે જેને તમારો પાસવર્ડ આપ્યો છે તે વ્યક્તિ તે સમયે નેટફ્લિક્સ જોઈ શકશે નહીં. કંપનીના જણાવ્યા મુજબ આ સુવિધા એકાઉન્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી રહી છે.
નેટફ્લિક્સના નવા મોબાઇલપ્લસ પ્લાનનું પરીક્ષણ કરવામાં આવી રહી છે. આ પ્લાન તમને 299 રૂપિયામાં મળશે. નેટફ્લિક્સનો આ પ્લાન 199 રૂપિયાના પ્લાનથી અલગ છે. 199 રૂપિયાનો પ્લાન માત્ર મોબાઇલ પ્લાન છે, જ્યારે 299 રૂપિયાનો પ્લાન મોબાઇલપ્લસ છે. એનો અર્થ એ છે કે તમે મોબાઇલ તેમજ કમ્પ્યુટરની સાથે મેક અને મેકબુક પર પણ નેટફ્લિક્સ એક્સેસ કરી શકશો. તેમાં HD વિડિયો (720 પિક્સેલ્સ) જોવા મળશે.