શોધખોળ કરો

Apple એ App Store માંથી ડિલીટ કરી આ ખતરનાક એપ્સ, તમારા ફોનમાં તો નથી ને ઇન્સ્ટૉલ ?

Apple App Store: દક્ષિણ કૉરિયાની સરકારે આ એપ્સને દૂર કરવા માટે સૂચનાઓ આપી હતી. દક્ષિણ કોરિયા ફાઇનાન્શિયલ સર્વિસીસ કમિશન (FSC) એ કુલ 22 ક્રિપ્ટો પ્લેટફોર્મ સામે કાનૂની કાર્યવાહી કરી છે

Apple App Store: એપલે તેના એપ સ્ટૉરમાંથી 14 ખતરનાક એપ્સ દૂર કરી છે. આ એપ્સના કારણે આઇફોન યૂઝર્સને છેતરપિંડીનો ખતરો હતો. થોડા અઠવાડિયા પહેલા ગૂગલે પણ પ્લે સ્ટોરમાંથી 17 સમાન એપ્લિકેશનો દૂર કરી હતી. એપલે વધતી જતી છેતરપિંડી અને નાણાકીય સ્થિરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. લોકોને આ નકલી ક્રિપ્ટો દ્વારા રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમના બેંક ખાતા હેક કરવામાં આવ્યા હતા.

એપ્લિકેશનો દૂર કરવા માટેની સૂચનાઓ - 
દક્ષિણ કૉરિયાની સરકારે આ એપ્સને દૂર કરવા માટે સૂચનાઓ આપી હતી. દક્ષિણ કોરિયા ફાઇનાન્શિયલ સર્વિસીસ કમિશન (FSC) એ કુલ 22 ક્રિપ્ટો પ્લેટફોર્મ સામે કાનૂની કાર્યવાહી કરી છે, જેમાં 17 વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે આ એપ્સ કોઈપણ કાનૂની લાઇસન્સ વિના ગૂગલ અને એપલ એપ સ્ટૉર પર ઉપલબ્ધ હતી. ગયા મહિને જ, ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી 17 ક્રિપ્ટો એક્સચેન્જ એપ્સ દૂર કરી. વળી, એપલે આમાંથી 14 એપ્સ દૂર કરી છે.

ભારતમાં તે પહેલાથી જ પ્રતિબંધિત છે 
કૉરિયન ફાઇનાન્શિયલ કમિશન (FSC) કહે છે કે લોકોને રોકાણ કરવા આકર્ષવા માટે આ પ્લેટફોર્મ દ્વારા માર્કેટિંગ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરિયા પહેલા ભારતમાં પણ આ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ એપ્સમાં Binance, KuCoin, Huobi, Kraken, Gate.io, Bitstamp, MEXC Global, Bittrex અને Bitfinex વગેરેનો સમાવેશ થાય છે. આ એપ્સ ભારતમાં ગુગલ અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી.

વ્યક્તિગત માહિતી લીક થવાનું જોખમ 
FSC એ તેના આદેશમાં કહ્યું હતું કે આ એપ્સ દ્વારા રોકાણકારોની વ્યક્તિગત માહિતી લીક થવાની સાથે, લોકો દ્વારા રોકાણ કરાયેલા નાણાંનું નુકસાન થવાની પણ શક્યતા હતી. આ ઉપરાંત, આ એપ્સને મની લોન્ડરિંગ વિરોધી વ્યવસ્થાપન અને દેખરેખ મળી ન હતી, જેના કારણે દેશમાં મની લોન્ડરિંગની શક્યતા હતી.

દક્ષિણ કોરિયાની સરકાર દ્વારા ગુગલ અને એપલને નિયમનકારી સૂચનાઓ આપવામાં આવી હતી. એપલ આઈફોનમાં ઇન્સ્ટોલ કરેલી કુકોઈન સહિત 14 વિદેશી એપ્સ હવે એપ સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે. KuCoin ઉપરાંત, MEXC, Phemex, BitTrue, BitGloba, CoinW અને CoinEX જેવી એપ્સનો સમાવેશ થાય છે. ગૂગલે આ એપ્સને પ્લે સ્ટોર પરથી પણ દૂર કરી દીધી છે. FSC આદેશ મુજબ, આ ક્રિપ્ટો વ્યવસાયોને સરકારી રક્ષણ નહોતું, જેના કારણે રોકાણકારોને તેમના પૈસા ગુમાવવાની શક્યતા હતી.

ટોપ સ્ટોરી

એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
ઓપ્પોએ 8,000mAh બેટરી અને દમદાર ફીચર્સ સાથે લૉન્ચ કર્યો નવો સ્માર્ટફોન Oppo A7 Pro 5G
ઓપ્પોએ 8,000mAh બેટરી અને દમદાર ફીચર્સ સાથે લૉન્ચ કર્યો નવો સ્માર્ટફોન Oppo A7 Pro 5G
iPhone 18 Launch : આજે રાત્રે iPhone 18 Pro થી Foldable Ultra સુધી, જાણો શું થશે લોન્ચ? 
iPhone 18 Launch : આજે રાત્રે iPhone 18 Pro થી Foldable Ultra સુધી, જાણો શું થશે લોન્ચ? 
Meta Glass આપની પ્રાઇવેસી માટે છે ખતરનાક? થઇ રહી છે જાસૂસી! જાણો કેવી રીતે બચશો
Meta Glass આપની પ્રાઇવેસી માટે છે ખતરનાક? થઇ રહી છે જાસૂસી! જાણો કેવી રીતે બચશો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
Embed widget