Buying Tips: ભારતીય યૂઝર્સ નવો ફોન ખરીદતા પહેલા આ પાંચ વસ્તુઓનું રાખે છે ખાસ ધ્યાન, કારણ કે.....
જો તમે એક સારો ફોન ખરીદવા માંગતા હોય તો તમારે કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો ઘણીવાર ગ્રાહક છેતરપિંડીનો પણ ભોગ બની શકે છે.

SmartPhone Buying Tips: ઘણીવાર લોકો મોબાઇલ ખરીદતી વખતે તેના ફિચર્સ જોવાના બદલે તેનો કલર જોઇને જ તેને પસંદ કરી લે છે. અમે કેટલાક એવા જરૂરી ફિચર્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેનો નવો મોબાઇલ ખરીદતી વખતે ખ્યાલ રાખવો જોઇએ.
જો તમે એક સારો ફોન ખરીદવા માંગતા હોય તો તમારે કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો ઘણીવાર ગ્રાહક છેતરપિંડીનો પણ ભોગ બની શકે છે. જાણો છે કઇ છે તે પાંચ વસ્તુઓ.......
મોબાઇલ બેટરી -
મોબાઇલમાં સૌથી જરૂરી વસ્તુઓમાંની એક હોય છે, આની બેટરી, જો બેટરી ઓછા પાવરની હશે, તો તમારે વારંવાર મોબાઇલ ચાર્જ કરવો પડશે, એટલે મોબાઇલ લેતી વખતે ઓછામાં ઓછી 5000 mAhની બેટરી વાળો ફોન જ ખરીદો.
રિફ્રેશ રેટ -
આજકાલ મોબાઇલ ફોનમાં મેસેજની આપલે વધુ થાય છે, જેના કારણે જલ્દી હેન્ગ થવા લાગે છે, એટલે તમારે નવો મોબાઇલ ખરીદતી વખતે કમ સે કમ 90 થી લઇને 120 hz રિફ્રેશ રેટ સુધી ફોન જરૂર ખરીદો. જેથી તમને હેન્ગ થવાની સમસ્યાનો સામનો ના કરવો પડે.
કેમેરા ફિચર્સ -
હવે સેલ્ફી અને ફોટાની દરેકને લત લાગી ગઇ છે. તમે પણ જો નવો ફોન ખરીદવાનુ વિચારતા હોય તો, કમ કે કમ સારા કેમેરા ફિચર્સને ધ્યાનમાં રાખજો, અત્યારે 50 મેગાપિક્સલ કેમેરા વાળા મોબાઇલ જ ખરીદો, જેથી ફોટો ક્લિક કરતી વખતે બેસ્ટ ક્વૉલિટી મળી શકે.
ડિસ્પ્લે ફિચર્સ -
નવો સ્માર્ટફોન લેતી વખતે સ્ક્રીનુ વિશેષ ધ્યાન રાખો અને એમૉલેડ ડિસ્પ્લે વાળો જ મોબાઇલ ખરીદો. આમાં તમને કલર કૉમ્બિનેશન તો સારુ મળે જ છે, સાથે જ મોબાઇલનો વધુ ઉપયોગ પણ તમારી આંખોને અસર નહીં કરે.
ફિંગર ટચ સ્ક્રીન -
અત્યારે સામાન્ય રીતે ફોનમાં ફિંગર ટચની સુવિધા અવેલેબલ જ હોય છે, પરંતુ કોશિશ કરો કો સ્ક્રીન ફિંગર ટચ વાળો ફોન ખરીદો, ફ્રન્ટ ફિંગર ટચ યૂઝ કરવુ ખુબ આસાન હોય છે.

