Apple લાવ્યુ ધાંસૂ સર્વિસ, હવે ઇન્ટરનેટ વિના ફોટો-વીડિયો-મેસેજ મોકલી શકાશે, એન્ડ્રોઇડ યૂઝર્સ પણ લઇ શકશે લાભ
Apple New Messaging Service: આજના સમયમાં ઈન્ટરનેટ વગર એક દિવસ પણ પસાર થઈ શકતો નથી. ઈન્ટરનેટે આપણા પર પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ઈન્ટરનેટે લોકોને ઘણી ખરાબ આદતો પણ આપી છે
Apple New Messaging Service: આજના સમયમાં ઈન્ટરનેટ વગર એક દિવસ પણ પસાર થઈ શકતો નથી. ઈન્ટરનેટે આપણા પર પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ઈન્ટરનેટે લોકોને ઘણી ખરાબ આદતો પણ આપી છે. ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા વિના આપણે એકપણ ફોટો કોઈની સાથે શેર કરી શકતા નથી. આ બાબતને ખતમ કરવા માટે Apple હાલમાં એવી એક સર્વિસ પર કામ કરી રહ્યું છે. જેની મદદથી તમે ઈન્ટરનેટ વિના કોઈપણ વ્યક્તિને ફોટો, વીડિયો અને મેસેજ મોકલી શકશો.
Appleએ તેની રિચ કૉમ્યૂનિકેશન સર્વિસ (RCS) મેસેજિંગની જાહેરાત કરી છે. આ મેસેજિંગ સર્વિસની મદદથી તમે ઈન્ટરનેટ વગર પણ ફોટો, વીડિયો અને મેસેજ શેર કરી શકશો. એપલની આ મેસેજિંગ સર્વિસ ગૂગલ અને વૉટ્સએપ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તેની મદદથી એપલના iMessageથી એન્ડ્રોઇડ આધારિત ગૂગલના ઇનબૉક્સમાં પણ મેસેજ મોકલી શકાય છે.
કઇ રીતે કામ કરશે RCS
Appleની આ સર્વિસ એક ઇન્ટરેક્ટિવ મેસેજિંગ પ્રોટોકોલ છે. જેના કારણે યુઝર્સ ટૂ-વે કૉમ્યુનિકેશનનો આનંદ માણી શકશે. આ સિવાય યૂઝર્સ માત્ર પિક્ચર્સ અને વીડિયો જ શેર કરશે નહીં પરંતુ ગ્રુપ વાતચીત પણ કરી શકશે. રિચ કૉમ્યુનિકેશન સર્વિસમાં ટ્રેડિશનલ મેસેજિંગની સુવિધા સાથે અન્ય ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
એપલે 2008માં ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ એસોસિએશન પ્રોટોકોલ (GSMA) રજૂ કરી હતી. આ સુવિધા દ્વારા ટેલિકોમ અને મોબાઇલ ઉપકરણ વચ્ચે SMS કૉમ્યુનિકેશન કરી શકાય છે. આ સિવાય તમે યૂનિવર્સલ પ્રોટોકોલની મદદથી ફાઈલ ટ્રાન્સફર, ઓડિયો મેસેજિંગ, વીડિયો શેર, ગ્રુપ ચેટ, રિચ કોલિંગ, લાઈવ સ્કેચિંગ, લોકેશન શેરિંગ અને અન્ય ઘણી સુવિધાઓનો લાભ લઈ શકશો.
એન્ડ્રોઇડ યૂઝર્સ પણ લઇ શકશે લાભ
આઇફોન યૂઝર્સ સિવાય એન્ડ્રોઇડ યૂઝર્સ પણ એપલની આ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરી શકશે. તે એપલ એન્ડ્રોઇડ માટે પણ રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. પહેલા તે માત્ર iPhone યૂઝર્સને જ આપવામાં આવતું હતું, જ્યાં યૂઝર્સ IP મેસેજની મદદથી વાતચીત કરી શકતા હતા. જ્યારે તે બ્લૂ બબલમાં દેખાતો હતો. Android માં ગ્રીન બબલ દેખાશે.