શોધખોળ કરો

દુનિયાભરમાં ઠપ્પ થયું X, હજારો યૂઝર્સ પરેશાન, જાણો તાજા અપડેટ

X Down: લેટેસ્ટ અપડેટ મુજબ, બપોરે 3:45 વાગ્યાની આસપાસ (IST), પ્લેટફોર્મની સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી

X Down: સોમવારે, X (અગાઉ ટ્વિટર) ના ઘણા યૂઝર્સને સેવામાં મોટી વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. આઉટેજ મૉનિટરિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, ભારતમાંથી લગભગ 2,000, યુએસમાંથી 18,000 અને યૂકેમાંથી 10,000 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. અલન મસ્કના આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હજુ સુધી આ વૈશ્વિક આઉટેજ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. અસરગ્રસ્ત યૂઝર્સ એપ્લિકેશન ખોલતી વખતે "કંઈક ખોટું થયું, કૃપા કરીને ફરીથી લૉડ કરો" મેસેજ જોઈ રહ્યા હતા. જોકે હવે X પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.

ફરીથી શરૂ થઇ સર્વિસ

લેટેસ્ટ અપડેટ મુજબ, બપોરે 3:45 વાગ્યાની આસપાસ (IST), પ્લેટફોર્મની સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, જેનાથી યૂઝર્સ ફરીથી વેબસાઇટ અને એપ્લિકેશનને ઍક્સેસ કરી શક્યા. આ બંધની અસર ખાસ કરીને ભારતમાં અનુભવાઈ. ડાઉનડિટેક્ટરના ડેટા અનુસાર, યુ.એસ.માં 57% યૂઝર્સને એપ્લિકેશન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, 34% યૂઝર્સને વેબસાઇટ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને 9% યૂઝર્સને સર્વર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. યુકેમાં, 61% યૂઝર્સને એપ્લિકેશનમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, 34% યૂઝર્સને વેબસાઇટમાં અને 5% યૂઝર્સને સર્વરમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.

ભારતમાં આઉટેજની અસર ઓછી ગંભીર હતી, પરંતુ 2,600 થી વધુ ફરિયાદો હજુ પણ નોંધાઈ હતી. ૮૦% યૂઝર્સ વેબસાઇટ ઍક્સેસ કરવામાં અસમર્થ હતા, ૧૧% લોકોને લોગ ઇન કરવામાં સમસ્યા હતી, અને ૯% લોકોને મોબાઇલ એપ્લિકેશનમાં મુશ્કેલી હતી.

આઉટેજનો પીક ટાઇમ 

બપોરે 3:20 વાગ્યાની આસપાસ (IST) આઉટેજની ફરિયાદો ઝડપથી વધી અને થોડીવારમાં 19,000 થી વધુ યૂઝર્સ આ સમસ્યાથી પ્રભાવિત થયા. જોકે, X તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેના કારણે આઉટેજનું વાસ્તવિક કારણ જાણી શકાયું નથી.

યૂઝર્સ થયા પરેશાન 
બપોરે જ્યારે ટ્વિટર ડાઉન થયું, ત્યારે હજારો યૂઝર્સને તેને ઍક્સેસ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણા યૂઝર્સ X પર જ તેની જાણ કરી છે. ઘણા યૂઝર્સ X પરની પોસ્ટ દ્વારા આ આઉટેજ વિશે માહિતી આપી. જોકે, ભારતમાં તેની ખાસ અસર જોવા મળી ન હતી. આ સાથે, ટ્વિટર હવે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ ગયું છે. પરંતુ આ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઉપરાંત, X દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો

Smartphone Tricks: કોઇના પણ ફોનમાં હીડન એપ હોય તો આ ટ્રિક્સથી જાણી શકો છો, બસ લાગશે એક મિનિટ...

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
Embed widget