શોધખોળ કરો

BSNL યૂઝર્સને મોજ, લૉન્ચ કરી આ ખાસ સર્વિસ, ફ્રીમાં જોઇ શકશો લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ

BSNL IFTV: BSNL એ ટેકનોલોજી પાર્ટનર Skypro અને OTT પ્રદાતા PlayboxTV સાથે મળીને આ સેવા શરૂ કરી છે

BSNL IFTV: દેશની એકમાત્ર સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના યૂઝર્સ માટે એક નવી સેવા શરૂ કરી છે. કંપનીએ દેશભરમાં ઇન્ટિગ્રેટેડ ફ્રી ટીવી (IFTV) સેવા શરૂ કરી છે. આમાં તમને એક જ પ્લેટફોર્મ પર 550 લાઈવ SD અને HD ચેનલો અને 18 થી વધુ પ્રીમિયમ OTT એપ્સ મળશે. શરૂઆતમાં કંપની તેના ગ્રાહકોને મફત સેવા પૂરી પાડી રહી છે. ચાલો જાણીએ કે આ સેવા શું છે અને કયા યૂઝર્સ તેનો લાભ લઈ શકશે.

ફ્રીમાં સર્વિસનો આનંદ લઇ શકશે યૂઝર્સ 
BSNL એ ટેકનોલોજી પાર્ટનર Skypro અને OTT પ્રદાતા PlayboxTV સાથે મળીને આ સેવા શરૂ કરી છે. કંપનીએ કહ્યું કે આ પ્લેટફોર્મ એક જ સબ્સ્ક્રિપ્શન સાથે સીમલેસ મનોરંજનનો અનુભવ પ્રદાન કરે છે. તે લાઇવ ટેલિવિઝન અને ઓન-ડિમાન્ડ OTT સામગ્રીને એક જ સબ્સ્ક્રિપ્શનમાં લાવે છે. તે દેશભરના યૂઝર્સ માટે મફતમાં ઉપલબ્ધ થશે. BSNL એ જણાવ્યું હતું કે દેશભરમાં 40 લાખથી વધુ FTTH યૂઝર્સ મફતમાં પ્રીમિયમ ટીવી અને OTT એપ્સનો આનંદ માણી શકશે.

હવે અલગ-અલગ એપ્સની જરૂર નથી 
સ્કાયપ્રૉ આ સેવા માટે ટેકનોલોજીકલ સપોર્ટ પૂરો પાડશે, જ્યારે પ્લેબોક્સટીવી પ્રીમિયમ કન્ટેન્ટનું ક્યુરેટ કરશે. હવે યૂઝર્સને લાઈવ ટીવી અને ઓટીટી કન્ટેન્ટ જોવા માટે અલગ અલગ એપ્સની જરૂર રહેશે નહીં. તેઓ તેમના મોબાઇલ અથવા ટીવી પર એક જ એપમાં ટીવી તેમજ ઓટીટીનો આનંદ માણી શકશે.

ગ્રાહકોને જોડી રાખવા માટે BSNL લાવી રહ્યું છે આકર્ષક પ્લાન 
સરકારી ટેલિકોમ કંપની BSNL ના ગ્રાહકોની સંખ્યા એક વખત વધ્યા બાદ હવે ઘટવા લાગી છે. કંપની હવે ગ્રાહકોને જાળવી રાખવાના પડકારનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં, BSNL સતત નવી સેવાઓ અને આકર્ષક યોજનાઓ ઓફર કરી રહ્યું છે. કંપની આ વર્ષે દેશભરમાં 4G કનેક્ટિવિટી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત, તે મોબાઇલ અને બ્રોડબેન્ડ યૂઝર્સ માટે ઘણા આકર્ષક પ્લાન પણ લોન્ચ કરી રહ્યું છે, જેમાં સસ્તા ભાવે ઘણા મહાન લાભો આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો

માર્ચમાં આવી રહ્યો છે iPhone ને ટક્કર આપનારો ફોન, હૂબહૂ આઇફોન જેવો ને ફિચર્સ છે હટકે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?

ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

ABP Entrepreneurship Conclave:સ્ટાર્ટ અપથી ક્યારેય પુરી રીતે ખતમ નહિ થાય બેરોજગારી: હર્ષ બિનાની

Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

Embed widget