શોધખોળ કરો
Advertisement
ટેરિફ પ્લાનમાં વધારો કરતાં પહેલાં Reliance Jioએ લોન્ચ કર્યો નવો પ્લાન? જાણો શું પ્લાન
ટેલિકોમ કંપનીઓના મોંઘા પ્લાનના કારણે ગ્રાહકોને બહુ જ મુશ્કેલી થઈ છે. Reliance Jio પણ પોતાના નવા ટેરિફ પ્લાન 6 ડિસેમ્બરથી લાગુ કરી દેશે.
મુંબઈ: જિયોના 28 દિવસવાળા પ્લાન માટે પહેલા 149 રૂપિયા ચૂકવવા પડતાં હતા જોકે હવે આ પ્લાન માટે ગ્રાહકોને 198 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે 84 દિવસ માટે 399 રૂપિયા ચૂકવતા હતા પરંતુ હવે 448 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 365 દિવસવાળા પ્લાન માટે જિયો 1,699 રૂપિયા લે છે જોકે આ પ્લાનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટેલિકોમ કંપનીઓના મોંઘા પ્લાનના કારણે ગ્રાહકોને બહુ જ મુશ્કેલી થઈ છે. Reliance Jio પણ પોતાના નવા ટેરિફ પ્લાન 6 ડિસેમ્બરથી લાગુ કરી દેશે. Reliance Jioએ પણ અન્ય ટેલિકોમ કંપનીઓની જેમ પોતાના જૂના પ્લાન્સના દરમાં વધારો કર્યો છે. પરંતુ Reliance Jioએ ગ્રાહકો માટે એક ઓલ-ઈન-વન પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 1,776 રૂપિયા છે અને આ 336 દિવસનો પ્લાન છે.
Reliance Jioના આ નવા પ્લાન માટે તમારે 1,776 રૂપિયા ખર્ચ કરવા પડશે (લગભગ 444 રૂપિયા). 444 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. આ હિસાબથી જિયોએ આ નવા પ્લાનની વેલિડિટી 336 દિવસ (84*4)ની છે.
આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ જિયો ટૂ જિયો કોલ, અન્ય નેટવર્ક પર કોલ માટે કુલ 4,000 મીનિટ્સ, પ્રતિ દિવસ 2 જીબી ડેટા, દરરોજ 100 SMS અને જિયો એપ્સનું એક્સેસ મળે છે. તમને જણાવી દઈએ કે, એરટેલ, આઈડિયા અને વોડાફોને ત્રણ ડિસેમ્બરથી પોતાના ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા છે. જ્યારે Reliance Jioના નવા ટેરિફ પ્લાનના દર 6 ડિસેમ્બરથી લાગૂ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion