વૉટ્સએપમાં દોસ્તોને મોકલો જાતે જ બનાવીને GIF, આ છે એકદમ સરળ ટ્રિક્સ......
GIF બનાવવા માટે સૌથી પહેલા સપોર્ટેડ વીડિયો ફાઇલની જરૂર પડશે. ઉપરાંત વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને પણ અપડેટ કરી લો. જે બાદ નીચે બતાવવામાં આવેલા સ્ટેપ ફોલો કરો.
નવી દિલ્હીઃ સોશિયલ સાઇટ વોટ્સએપમાં છેલ્લા થોડા સમયથી GIF મેસેજ મોકલવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જે સ્ટીકર્સ અને ઇમોજીની જેમ ચેટિંગ દરમિયાન એક્સપ્રેશનને સારી રીતે વ્યક્ત કરવામાં મદદ કરે છે. હાલ વોટ્સએપમાં ઈન બિલ્ટ GIF ફાઇલ્સ આવે છે પરંતુ જો તમે પર્સનાઇઝ્ડ GIF બનાવવા માંગતા હો તો વોટ્સએપમાં આ સુવિધા મળે છે. આ ફીચરની મદદથી તમે કોઇપણ વીડિયોને ટ્રીમ કરીને GIF ફાઇલમાં કન્વર્ટ કરી શકો છે.
આ રીતે બનાવો GIF -
GIF બનાવવા માટે સૌથી પહેલા સપોર્ટેડ વીડિયો ફાઇલની જરૂર પડશે. ઉપરાંત વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને પણ અપડેટ કરી લો. જે બાદ નીચે બતાવવામાં આવેલા સ્ટેપ ફોલો કરો.
- વોટ્સએપમાં જઈને કોઈપણ ચેટ વિન્ડોને ઓપન કરો.
- જે બાદ એટેચમેંટ આઈકન પર પ્રેસ કરો અને ગેલેરીમાં જઈ તમે જે વીડિયોને GIFમાં કન્વર્ટ કરતા માંગતા હો તો સિલેક્ટ કરો.
- આમ કર્યા બાદ તમે વીડિયો ટ્રીમ કરવાની સાથે ટેકસ્ટ અને ઈમોજી એડ કરવાનો વિકલ્પ પણ મળશે.
- ટ્રિમ બારને સ્લાઈડ કરી તમે જે પ્રમાણે GIF બનાવવા માંગતા હો તે પ્રમાણે ટ્રિમ કરો.
ક્યાં સેવ થાય છે GIF GIF બનાવવી ઘણી સરળ છે. નાના વીડિયોના સારા GIF બને છે. જે GIF તમે શેર કરો છો તે ફોનની ઈન્ટનલ મેમરીમાં સેવ થાય છે. તમે GIFને એક કોન્ટેક્ટમાંથી બીજા કોન્ટેક્ટને ફોટો, વીડિયો કે મેસેજની જેમ ફોરવર્ડ પણ કરી શકો છો.
આ પણ વાંચો--
ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના
Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત
નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા