તમારો Smartphone સ્લૉ કામ કરી રહ્યો છે? આ એક ટ્રિક્સથી વધારી દો સ્પીડ, જાણો....
સ્માર્ટફોનની સ્પીડ ઓછી થવા પાછળ રેમ, સ્ટૉરેજ અને પ્રૉસેસર ઉપરાંત બીજા કેટલાક ફેક્ટરો કામ કરતા હોય છે. જો તમારો ફોન પણ સ્લૉ થઇ ગયો હોય તો તેને આસાનીથી વધારી શકો છો. અમે અહીં તમને એક એવી ટ્રિક્સ (Smartphone Tricks) બતાવી રહ્યાં છે, જેના ઉપયોગથી તમારા ફોનની સ્પીડ બેસ્ટ થઇ જશે. ફોનમાં કેટલીય એવી નાની વસ્તુઓ હોય છે જેનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે.

નવી દિલ્હીઃ સ્માર્ટફોન (Smartphone) અત્યારે દરેકની પાસે હોય છે, પરંતુ કોઇ વ્યક્તિ સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરે છે તો કોઇ સામાન્ય ઉપયોગ. જ્યારે સ્માર્ટફોનનો ઉપયોગ વધી જાય ત્યારે ધીમે ધીમે ફોનની સ્પીડ (Smartphone Speed) પણ ઓછી થવા લાગે છે. સ્માર્ટફોનની સ્પીડ ઓછી થવા પાછળ રેમ, સ્ટૉરેજ અને પ્રૉસેસર ઉપરાંત બીજા કેટલાક ફેક્ટરો કામ કરતા હોય છે. જો તમારો ફોન પણ સ્લૉ થઇ ગયો હોય તો તેને આસાનીથી વધારી શકો છો. અમે અહીં તમને એક એવી ટ્રિક્સ (Smartphone Tricks) બતાવી રહ્યાં છે, જેના ઉપયોગથી તમારા ફોનની સ્પીડ બેસ્ટ થઇ જશે. ફોનમાં કેટલીય એવી નાની વસ્તુઓ હોય છે જેનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે.
સ્ટૉરેજ ફૂલ ના થવા દો....
કેટલીયવાર તમારા ફોનનુ સ્ટૉરેજ ફૂલ થઇ જાય છે, જેના કારણે તેમાં નવી એપ ઇન્સ્ટૉલ નથી કરી શકાતી. તમારા ફોનનુ પરફોર્મન્સ પણ તેનાથી પ્રભાવિત થાય છે. આવામાં જો તમારુ સ્ટૉરેજ ફૂલ થઇ ગયુ છે તો તેમાંથી કેટલીક વસ્તુઓ ડિલીટ કરીને સ્પેસ વધારી દો. આનાથી ફોનની સ્પીડ વધી જશે.
સ્માર્ટફોન રાખો અપડેટ....
જો તમે તમારા સ્માર્ટફોનને સમય સમય પર અપડેટ કરતા રહેશો તો તમારી સ્પીડ મેન્ટેન રહેશે. સમય સમય પર તમારા ફોનમાં સૉફ્ટવેર અપડેટ કરવાનો ઓપ્શન મળે છે, જેનાથી તમે અપડેટ પણ કરી શકો છો. આ ઉપરાંત જે એપનો વધુ યૂઝ કરો છો તેને પણ અપડેટ રાખો. આનાથી સ્પીડ અને પરફોર્મન્સ સારુ રહેશે.
બિનજરૂરી એપ્સ ડિલીટ કરી દો.....
જો તમારા ફોનમાં કોઇ એવી એપ્સ છે જેનો તમે ક્યારેય કે પછી ક્યારેય ઉપયોગ જ ના કરતા હોય તો તેને અનઇન્સ્ટૉલ કરી દો. આનાથી તમારા ફોનની મેમરી ખાલી થઇ જશે, અને સ્પીડ પણ વધી જશે. એટલુ જ નહીં, આનાથી તમારા ફોનની બેટરી પણ પહેલા કરતાં વધુ ચાલશે. આ ઉપરાંત બેટરી બેકઅપ માટે બેટરી સેવિંગ મૉડનો પણ ઉપયોગ કરી શકો છો.





















