Top Features: નેટફ્લિક્સ યૂઝર્સ માટે આ પાંચ ફિચર્સ છે ખુબ કામના, ટ્રાય કરતાંની સાથે જ એક્સપીરિયન્સ થઇ જાય છે ડબલ
નેટફ્લિક્સના પાંચ ધાંસૂ ફિચર, જે તમારા એક્સપીરિયન્સને કરી દેશે ડબલ -
Netflix Features: આજકાલ લોકો ઓટીટી પ્લેટફોર્મ પર મૂવીઝથી લઇને ટીવી સીરિયલો અને શૉને જોવાનું નથી ચૂકતા. આમાં પણ લોકો નેટફ્લિક્સનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે, જો તમે Netflix યૂઝ કરી રહ્યાં છો તો તમારા માટે આ સ્ટૉરી ખુબ જ કામની છે. અહીં અમને તમને એવી 5 ટિપ્સ અને ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેનાથી તમારો એક્સપીરિયન્સ પુરેપુરો બદલાઇ જશે.
નેટફ્લિક્સના પાંચ ધાંસૂ ફિચર, જે તમારા એક્સપીરિયન્સને કરી દેશે ડબલ -
Shortcuts: -
જે રીતે તમે google doc અથવા Xl માં શૉર્ટકટનો ઓપ્શન મેળવો છો. Netflixમાં પણ એવું જ છે, તમે શૉર્ટકટની મદદથી તમારા કામને આસાન બનાવી શકો છો. તમે F - ફૂલ સ્ક્રીન, Esc - મેઇન સ્ક્રીન, PgDn - વીડિયો પૉઝ, PgUp - પ્લે અને Shift+જમણું તીર દબાવીને વીડિયોને ફાસ્ટ ફૉરવર્ડ કરી શકો છો અને ડાબા તીર વડે વીડિયો રિવાઇન્ડ કરી શકો છો. M બટન વડે, તમે વીડિયોને મ્યૂટ કરી શકો છો અને S બટનની મદદથી તમે વીડિયોના ઇન્ટ્રૉને છોડી શકો છો.
Viewing History: -
જો તમે નથી ઈચ્છતા કે અન્ય કોઇ તમારી જોવાની આદતો વિશે જાણે, તો તમે તમારા Netflixની હિસ્ટ્રીમાંથી શૉ અને મૂવીઝને સિલેક્ટ કરીને દૂર કરી અથવા છુપાવી શકો છો. જો તમે ઇચ્છો તો તમે "continue watching" માંથી tittle પણ દૂર કરી શકો છો. આ માટે તમારે થમ્બનેલ પર હૉવર કરવું પડશે અને આને વેબ પર દૂર કરવા માટે "X" દબાવો.
Data Usage: -
તમે એપ્લિકેશનમાં તમારો ડેટા યૂઝેસ સેટ કરી શકો છો. આ માટે તમારે એપના સેટિંગ્સમાં જઈને વાઈફાઈ ઓન્લી, લો, મીડિયમ, હાઈ અને અનલિમિટેડમાંથી એક ઓપ્શન પસંદ કરવો પડશે.
Search Bar: -
Netflixના સર્ચ બારનો યોગ્ય રીતે ઉપયોગ કરો. અહીં તમે કોઈપણ રીતે કન્ટેન્ટનો સર્ચ કરી શકો છો. જો તમે ઇચ્છો તો તમે ભાષા અથવા સીરીઝની કોઈપણ સીઝનનું નામ એન્ટર કરીને પણ શોધી શકો છો.
personalised recommendations: -
Netflix તમારી જોવાની આદતોના આધારે તમને મૂવીઝ અથવા શૉની રેકન્ડ કરી શકે છે. આ માટે તમારે ફક્ત મૂવીઝ અથવા સીરીઝને રેટ કરવાનું છે. આના આધારે એપ્લિકેશન તમને નેક્સ્ટ ટાઇમ સમાન શૉ અથવા મૂવીની રેકન્ડ કરશે. તમે મૂવીઝ અને સીરિઝનું ક્યૂરેટેડ લિસ્ટ પણ બનાવી શકો છો જે તમે ભવિષ્યમાં જોવા માંગો છો તેને "માય લિસ્ટ"માં એડ કરી શકો છો.