(Source: ECI/ABP News/ABP Majha)
હવે કોલ કરવા વાળાની ઓડખ તમારા મોબાઈલ પર દેખાશે,કોઈ થર્ડ પાર્ટી એપ નો ઉપયોગ કરવાની જરૂર નથી
TRAI ના નવા નિયમ મુજબ, હવે ફોનની સ્ક્રીન પર કોલ કરવા વાળાનું નામ દેખાશે, જેનાથી અજાણ્યા કોલ્સને ઓળખવામાં આસાની રહેશે. આનાથી છેતરપિંડી કોલ્સ અને સ્પેમ કોલ્સને અટકાવવામાં મદદ મડશે.
લોકોને હવે અજાણ્યા નંબર પરથી કોલ આવશે તો તે કોલ કોણ દ્વારા કરવામાં આવ્યો છે તે જાણવા માટે કોઈ એપની જરૂર પડશે નહીં. જેને પણકોલ કર્યો હશે તેનું નામ તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાશે,જેની મદદથી તમે જાણી શકશો કે તમને કોને કોલ કર્યો છે.
TRAI New Instructions: લોકોને હવે અજાણ્યા નંબર પરથી કોલ આવશે તો તે કોલ કોણ દ્વારા કરવામાં આવ્યો છે તે જાણવા માટે કોઈ એપની જરૂર પડશે નહીં. જેને પણકોલ કર્યો હશે તેનું નામ તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખાશે,જેની મદદથી તમે જાણી શકશો કે તમને કોને કોલ કર્યો છે. ટેલિકોમ કંપનીઓ 15 જુલાઈથી હવે દેશભરમાં કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સર્વિસ એક્ટિવેટ કરવા જઈ રહી છે. આ પેહલા મુંબઈ અને હરિયાણામાં કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સર્વિસની ટ્રાયલ પણ કરવામાં આવી હતી જે સફળ રહી હતી. આ સેવાથી લોકો ફ્રોડ કોલ, સ્કેમ અને છેતરપિંડીથી પોતાને બચાવી શકશે. કારણ કે મોટાભાગના સાયબર ગુનાઓ કોલથી શરૂ થાય છે.
કૉલિંગ નામ પ્રસ્તુતિ કેવી રીતે કાર્ય કરશે?
જ્યારે કૉલ આવશે, ત્યારે કૉલરનું તે જ નામ દેખાશે જે તેણે સિમ ખરીદતી વખતે KYC ફોર્મમાં ભર્યું છે. કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન સર્વિસ સારી રીતે કામ કરી રહી છે કે નહીં તે ચકાસવા માટે, મુંબઈ અને હરિયાણાના નાના ભાગોમાં તેનો ટ્રાયલ કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલમાંથી સકારાત્મક પરિણામો આવ્યા. આ પરિણામ દૂરસંચાર વિભાગ સાથે પણ શેર કરવામાં આવ્યું હતું. આ સિવાય સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) આ સેવાના યોગ્ય અમલીકરણ પર નજર રાખી રહી છે. આ સેવા સક્રિય થયા બાદ સાયબર ક્રાઈમ પણ અમુક અંશે બંધ થઈ જશે.
હવે તમારે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ નહીં કરવો પડે
ટેલિકોમ કંપનીઓએ દેશભરમાં કોલિંગ નેમ પ્રેઝન્ટેશન એક્ટિવેટ કર્યા પછી, લોકોએ ટ્રુકોલર જેવી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવો પડશે નહીં. Truecaller જેવી એપ્સ, જ્યારે તમને કોઈ અજાણ્યો કોલ આવે છે, ત્યારે તે વ્યક્તિનું નામ બતાવે છે જેનો કોલ તમને આવી રહ્યો છે. પરંતુ આ એપ્સનો ઉપયોગ કરવાના બદલામાં આ એપ્સ તમારી પાસેથી ઘણી એક્સેસ માંગે છે. એક્સેસ આપ્યા પછી, આ એપ તમને સેવ કરેલા કોન્ટેક્ટ્સ, મેસેજ અને ફોટાની એક્સેસ આપે છે. કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સર્વિસ શરૂ થયા બાદ લોકોને આ બધામાંથી છુટકારો મળી જશે.