મોબાઇલ ફોન યુઝર્સ રહો સાવધાન, શું તમને પણ નથી આવ્યો ને આવો કૉલ, સરકારે જાહેર કરી ચેતવણી
TRAI: કેટલાક મોબાઈલ યુઝર્સને એવા કોલ આવી રહ્યા છે જેમાં લોકોને તેમના મોબાઈલ નંબર બંધ કરવાની ધમકી આપવામાં આવી રહી છે
TRAI: હાલમાં જ કેટલાક મોબાઈલ યુઝર્સને એવા કોલ આવી રહ્યા છે જેમાં લોકોને તેમના મોબાઈલ નંબર બંધ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. આ કોલર્સ પોતાને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કર્મચારીઓ અથવા તેની સંબંધિત એજન્સીના સભ્યો હોવાનું કહી રહ્યા છે. સરકારી એજન્સી ટ્રાઈએ આ અંગે સ્પષ્ટ માહિતી આપી છે.
Press Release No. 123/2023 regarding Beware of fraud in the name of TRAIhttps://t.co/g17oT9Wm55
— TRAI (@TRAI) November 15, 2023
TRAI એ કહ્યું કે તેની એજન્સી કોઈપણ મોબાઈલ યુઝર્સને તેમના નંબર બ્લોક કે ડિસ્કનેક્ટ કરવા માટે કોલ નથી કરી રહી. તેમ જ તેણે કોઈ એજન્સીને આવું કરવા કહ્યું નથી. આવા કોલ સ્કેમર્સ દ્વારા કરવામાં આવે છે અને તેમનાથી સાવધ રહો.
TRAI એ X પ્લેટફોર્મ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું અને તેમાં એક પ્રેસ રિલીઝ શેર કરી છે. ટ્રાઈના નામે થઈ રહેલી છેતરપિંડીથી સાવધાન રહેવા માટે આ પ્રેસ રિલીઝ શેર કરવામાં આવી છે. અખબારી યાદીમાં એવું કહેવામાં આવ્યું છે કે કૌભાંડીઓ નિર્દોષ લોકોને તેમની સાથે છેતરપિંડી કરવા અને તેમના નામે સિમ મેળવવાની ધમકી આપી રહ્યા છે.
TRAIના સચિવ વી રઘુનંદને જણાવ્યું હતું કે, TRAIના ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન (TCCCPR) 2018 મુજબ, સેવા પ્રદાતા કપટપૂર્ણ કૉલ્સ અને આવા સંદેશા મોકલનારા નંબરો સામે પગલાં લઈ શકે છે.
ક્યાં કરી શકશો ફરિયાદ?
આ સિવાય પીડિત સીધા જ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર જઈ શકે છે અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરી શકે છે. તાજેતરના સમયમાં સાયબર ફ્રોડના મામલાઓમાં વધારો થયો છે.
સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે
સ્કેમર્સ લોકોને છેતરવા માટે અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે. તાજેતરના સમયમાં, સ્કેમર્સ ક્યારેક પાર્ટ-ટાઈમ નોકરીની લાલચ આપી રહ્યા છે, તો ક્યારેક પાર્સલ અથવા કુરિયરની લાલચ આપી રહ્યા છે. એટલું જ નહીં, લોકોને ડરાવવા માટે સ્કેમર્સ સીબીઆઈ, કસ્ટમ ઓફિસરની ઓળખ આપી લોકોને ફોન પણ કરી રહ્યા છે.