Elon Muskએ પોતાના Twitter એકાઉન્ટને કર્યુ પ્રાઇવેટ, જાણો શું છે કારણ
મંગળવારે Ian Miles Cheong નામના એક ટ્વીટર યૂઝરે પોતાની ફરિયાદ કરી, તેને કહ્યું કે જ્યારે તેનો પોતાનુ એકાઉન્ટ પ્રાઇવટ સેટ કરીને ટ્વીટ કર્યુ
Elon Musk Twitter News: ઓક્ટોબરમાં એલન મસ્ક (Elon Musk)ના ટ્વીટર ટેકઓવર બાદથી તેમાં સતત સુધારા વધારા આવી રહ્યાં છે, આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) કોઇને કોઇ વાત પર ચર્ચામાં રહ્યુ છે. હવે તાજેતરમાં એલન મસ્કે પોતાના ટ્વીટર એકાઉન્ટને લૉક એટલે કે પ્રાઇવેટ (Musk Made his Account Private) કરી દીધુ છે.
થોડાક દિવસો પહેલા જ કંપનીએ પબ્લિક અને પ્રાઇવેટ પૉસ્ટના ફિચર્સને લૉન્ચ કર્યા છે. આ ફિચરના લૉન્ચ થયા બાદથી સતત ટ્વીટર યૂઝર્સ (Twitter Users) આનાથી જોડાયેલી પોતાની ફરિયાદોને શેર કરી રહ્યાં હતા. આ પછી મસ્કે બુધવારે પતોાનુ ટ્વીટર એકાઉન્ટ (Twitter Account)ને બુધવારે સવાર સુદી પ્રાઇવેટ કરી દીધુ. આ ટેસ્ટિંગ બાદ મસ્કે કહ્યું કે આ ફિચર્સમાં કેટલીક ખામીઓ છે, જેને કંપની જલદી ઠીક કરવાની કોશિશ કરશે.
યૂઝર્સ સતત કરી રહ્યાં છે ફરિયાદો -
મંગળવારે Ian Miles Cheong નામના એક ટ્વીટર યૂઝરે પોતાની ફરિયાદ કરી, તેને કહ્યું કે જ્યારે તેનો પોતાનુ એકાઉન્ટ પ્રાઇવટ સેટ કરીને ટ્વીટ કર્યુ તો ટ્વીટ પલ્બિક ફિચરની સરખામણીમાં વધુ લોકો સુધી પહોંચ્યુ છે. આ ફરિયાદ બાદ મસ્કે આનો જવાબ આપતા લખ્યુ- આ એકદમ સંવેદનશીલ મામલો છે, અને અમે જલદીમાં જલદી આ ફરિયાદોનુ નિવારણ લાવીશુ. આ પછી મસ્કે ફટાફટ આના પર પોતાનુ ટેસ્ટિંગ કરવાનો ફેંસલો લીધો છે.
ફરી એકવાર ટ્વિટરમાંથી મોટી છટણીની તૈયારી
Twitter Layoff: ટ્વિટરના સીઈઓ ઇલોન મસ્કએ થોડા અઠવાડિયા પહેલા કહ્યું હતું કે ટ્વિટરથી કોઈ છટણી કરવામાં આવશે નહીં. દરમિયાન, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્વિટર સામૂહિક છટણીની તૈયારી કરી રહ્યું છે અને 2000 કર્મચારીઓની છટણી કરી શકે છે. બીજી તરફ ન્યૂઝ એજન્સી ઈન્સાઈડરે આ મામલાની જાણકારી ધરાવતા બે લોકોને ટાંકીને કહ્યું કે સોશિયલ મીડિયા સાઈટ પરથી 50 કર્મચારીઓને હટાવવાની યોજના બનાવવામાં આવી છે.
રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે ટ્વિટરે તેના મેઇલનો જવાબ આપ્યો નથી. જો કે એવું માનવામાં આવે છે કે ટ્વિટરના નુકસાનને ઘટાડવા માટે, ઇલોન મસ્ક મોટા પાયે કર્મચારીઓની છટણી કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઈલોન મસ્કે ઓક્ટોબરમાં ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું. ત્યાર બાદ મસ્કે ટ્વિટરમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે.
ટ્વિટરે તેના 50 ટકા કર્મચારીઓને છૂટા કરી દીધા છે
વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કે ટ્વિટર પર કબજો મેળવ્યા પછી પ્રથમ કર્મચારીઓને બરતરફ કર્યા. વૈશ્વિક સ્તરે, 50 ટકા કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી છે. બીજી તરફ, એક રિપોર્ટ અનુસાર, ટ્વિટરની આવકમાં નુકસાન થયું છે. વાર્ષિક ધોરણે ટ્વિટરની આવક 40 ટકા ઘટી છે.