(Source: ECI/ABP News/ABP Majha)
Trending: ટ્વીટર પર લોકો માટે કોયડો બની આ તસવીર, શું તમને દેખાય છે આમાં બરફનો ચિત્તો?
આ વાયરલ ઇમેજ એક પહાડીની છે, અમેરિકાના ઉતાહમાં રહેનારા પ્રકૃતિ પ્રેમી રિયાન ક્રેગુને આ તસવીરને પોતાના ટ્વીટર પર પૉસ્ટ કરી છે, જેમાં પહાડી અને બરફની વચ્ચે એક સ્નૉ લેપર્ડ હોવાની વાત કહેવામાં આવી છે.
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર આજકાલ કેટલીય અનોખી અને ઉલજનમાં મુકી દે એવી તસવીરો વાયરલ થતી રહે છે. આવી જ એક તસવીર આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે જે યૂઝર્સને ઉલજનમાં નાંખી રહી છે. રિયાન ક્રેગુને આ તસવીરને પોતાના ટ્વીટર હેન્ડલ પર નાંખતા આમાં સ્નો લેપર્ડની હાજરી હોવાની વાત કહી છે. જોકે યૂઝર્સને સીધે સીધી આ તસવીરમાં સ્નૉ લેપર્ડ નથી દેખાઇ રહ્યો, અને તેમના માટે આને શોધવો એક કોયડો બની ગયો છે. કેટલાક યૂઝર્સ આ તસવીરને ફેક હોવાની વાત કહી રહ્યાં છે, તો કેટલાક આ તસવીરમાં સ્નૉ લેપર્ડ હોવાના દાવો પણ કરી રહ્યાં છે.
આ વાયરલ ઇમેજ એક પહાડીની છે, અમેરિકાના ઉતાહમાં રહેનારા પ્રકૃતિ પ્રેમી રિયાન ક્રેગુને આ તસવીરને પોતાના ટ્વીટર પર પૉસ્ટ કરી છે, જેમાં પહાડી અને બરફની વચ્ચે એક સ્નૉ લેપર્ડ હોવાની વાત કહેવામાં આવી છે. તેને પોતાના ટ્વીટમાં લખ્યું- પહાડીમાં આરામ કરતો સ્નૉ લેપર્ડ...
ભારતમાં એક વરિષ્ઠ આઇએફએસ ઓફિસર રમેશ પાંડેએ આ તસવીરને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પૉસ્ટ કરી. સાથેજ તને લોકોને આ તસવીરમાં સ્નૉ લેપર્ડ શોધવાની વાત પણ કહી. રમેશ પાંડેએ આને ફેન્ટમ કેટ નામ આપ્યુ છે. તેને પોતાના ટ્વીટમાં લખ્યું- ફેન્ટમ કેટ, આને ઘૉસ્ટ ઓફ ધ માઉન્ટેન પણ કહેવામાં આવે છે. શું તમને આ દેખાઇ રહી છે.
Phantom cat….!They are called ghost of the mountains.
— Ramesh Pandey (@rameshpandeyifs) July 13, 2021
If you can locate. @ryancragun pic.twitter.com/sG5nMyqM0S
તસવીર વાયરલ થયા બાદ લોકો આ તસવીરો પર પોતાનુ રિએક્શન આપવા લાગ્યા, પ્રમોદના નામના એક યૂઝરે લખ્યુ- ખરેખરમાં આ એક ફેન્ટમ છે, છળ કરવામાં માહિર છે. કનક વાજયેપી નામના બીજા એક યૂઝરે લખ્યું- આ તસવીરોમાં સ્નૉ લેપર્ડને શોધવી ખુબ મુશ્કેલ કામ છે.
વળી, કૃષ્ણા નામાના યૂઝરે લખ્યું- હે ભગવાન, મને તો આ પહાડીના દરેક પથ્થર સ્નૉ લેપર્ડના જેવા જ દેખાઇ રહ્યાં છે. પ્રશાંત વાજપેયી નામના યૂઝરે આ તસવીરમાં સ્નૉ લેપર્ડને શોધવાની વાત કહી અને લખ્યું- મને તસવીરમાં સ્નૉ લેપર્ડ મળી ગયુ.