Twitter ની થઇ 'વિદાય', Elon Musk એ X વેબસાઇટમાં કર્યો મોટો ફેરફાર
સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Twitter (X) પર મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ વેબસાઇટનું URL બદલવામાં આવ્યું છે. એલન મસ્કે પોતે યુઝર્સને આ અંગે જાણકારી આપી છે
સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Twitter (X) પર મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ વેબસાઇટનું URL બદલવામાં આવ્યું છે. એલન મસ્કે પોતે યુઝર્સને આ અંગે જાણકારી આપી છે. જ્યારથી એલન મસ્ક એ ટ્વિટર (x) ખરીદ્યું છે ત્યારથી ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. X વેબસાઇટનો લૂક પણ એકદમ નવો જોવા મળી રહ્યો છે
All core systems are now on https://t.co/bOUOek5Cvy pic.twitter.com/cwWu3h2vzr
— Elon Musk (@elonmusk) May 17, 2024
હવે તેની વેબસાઇટ URL માં twitter.com ને બદલે x.com લખેલું જોવા મળે છે. કંપનીએ કહ્યું છે કે અમે URL માં ફેરફાર કરી રહ્યા છીએ પરંતુ તમારી પ્રાઈવસી અને ડેટા પ્રોટેક્શનમાં કોઈ ફેરફાર થશે નહીં અને તે પહેલાની જેમ જ રહેશે. X વેબસાઈટ પર પ્રાઇવેસી પોલિસી જોવા માટેની લિંક પણ આપવામાં આવી છે. મસ્કના આવ્યા બાદ ટ્વિટર પર ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. આ સાથે ટ્વિટર પરથી પ્રખ્યાત બ્લુ બર્ડ લોગો પણ હટાવી દેવામાં આવ્યો છે.
મસ્કે ઘણા મોટા ફેરફારો કર્યા
અત્યાર સુધી યુઝર્સ Twitter (X) પર જવા માટે Twitter.com નો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે યુઝર્સ X.com પરથી વેબસાઈટ એક્સેસ કરી શકશે. ઑક્ટોબર 2023માં મસ્કે 44 બિલિયન ડૉલરમાં X પોતાના નામે કર્યું હતું. આ પછી મસ્કે લોગો સહિત ઘણા મોટા ફેરફારો કર્યા હતા. મસ્કે બ્લુ સબસ્ક્રિપ્શન સેવા પણ શરૂ કરી. બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સર્વિસની શરૂઆત સાથે ઘણા મોટા સેલેબ્સના બ્લુ ટિક એકાઉન્ટ્સ કાઢી નાખવામાં આવ્યા હતા, ત્યારબાદ ઘણા યુઝર્સે ચાર્જ ચૂકવીને આ સબસ્ક્રિપ્શન લીધું હતું.