Meta: આતંકવાદ, બાળ શોષણની રોકથામ માટે Metaએ લૉન્ચ કર્યુ નવુ HMA ફિચર, જાણો કઇ રીતે કરે છે કામ
કંપનીએ ખુદ એ વતાની જાણકારી આપી છેકે, ગયા વર્ષે ગ્લૉબલ સેફ્ટી અને સિક્યૂરિટી પર 5 બિલિયન ડૉલરનો ખર્ચો કરવામાં આવ્યો છે
Privacy on Social Media: Metaના પ્લેટફોર્મ પર આવનારા આતંકવાદ, બાળ શોષણ અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરનારી કન્ટેન્ટની રોકથામ માટે કંપનીએ હવે એક ખાસ ઓપન-સૉર્સ સૉફ્ટવેર ટૂલ લૉન્ચ કર્યુ છે. આ સૉફ્ટવેરનુ નામ છે HMA, એટલે કે Hasher-Matcher-Actioner છે. આ ટૂલ, પ્લેટફોર્મ પર ઉલ્લંઘન કરનારી કન્ટેન્ટની ઓળખ કરીને તેની વિરુદ્ધ આવશ્યકતાનુસાર કાર્યવાહી કરવામાં મદદ કરશે. HMA સૉફ્ટવેરને કંપનીએ ગઇ ઓપન-સૉર્સ ઇમેજ એન્ડ વીડિયો મેચિંગ સૉફ્ટવેર અંતર્ગત તૈયાર કર્યુ છે.
મળે છે ખુદ ડેટાબેઝ બનાવવાની પરમિશન -
Metaએ પણ બતાવ્યુ છે કે, HMA ટૂલ, પ્લેટફોર્મ્સને ખુદ ડેટાબેઝ બનાવવા અને ચલાવવાની પરમીશન આપે છે. સાથે જ હેશ ડેટાબેઝ ઓપરેટ કરવાનો પણ એક્સેસ મળે છે. પ્લેટફોર્મ આ ટૂલની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારી કન્ટેન્ટની ઓળખ કરીને તેને હટાવવામાં બહુજ આસાની થઇ જશે.
કંપનીએ ખુદ એ વતાની જાણકારી આપી છેકે, ગયા વર્ષે ગ્લૉબલ સેફ્ટી અને સિક્યૂરિટી પર 5 બિલિયન ડૉલરનો ખર્ચો કરવામાં આવ્યો છે, અને આના પર 40 હજારથી વધુ લોકો કામ કરી રહ્યાં છે. કંપનીએ એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે કંપનીની પાસે સેંકડો લોકોની એક ટીમ છે જે વિશેષ રીતે આતંકવાદ ફેલાવનારી પૉસ્ટને રોકવાના કામમાં જોડાયેલી છે.
ગયા મહિને પણ ટીનએજર્સની પ્રાઇવસીને વધુ મજબૂત બનાવવા માટે અપડેટ રિલીઝ કરવામાં આવ્યુ હતુ, આ અપડેટના માધ્યમથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં નવા ટૂલ જોડવામાં આવ્યા હતા, જે ટૂલ્સના માધ્યમથી પ્લેટફોર્મ પર કન્ટેન્ટને સુરક્ષિત રાખવામાં આવી શકશે.
મેટાએ હજારો કર્મચારીઓની છટણી કરી, હવે કંપનીએ શું કહ્યું -
ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ (META CEO) ના સીઈઓ માર્ક ઝકરબર્ગનું કહેવું છે કે કંપનીએ તેની ટીમના કદમાં લગભગ 13 ટકાનો ઘટાડો કરવાનો અને 11,000 થી વધુ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. ટ્વિટરે પણ તેના 50 ટકા કર્મચારીઓને છૂટા કરી દીધા છે. હવે, Google અને HP પણ છટણીની યોજના બનાવી રહ્યા છે. આલ્ફાબેટ, ગૂગલની પેરેન્ટ કંપની, લગભગ 10,000 "અંડરપરફોર્મિંગ" કર્મચારીઓ અથવા તેના કર્મચારીઓના 6 ટકા કર્મચારીઓને છટણી કરવા માટે તૈયાર છે. મેટા ઉપરાંત બીજી ટેક કંપનીઓ પણ પોતાના કર્મચારીઓની છટણી કરવાના છે.