શોધખોળ કરો

UPI Payment: હવે તમારો ચહેરો જોઇને થશે UPIથી પેમેન્ટ, વધી જશે સુરક્ષા, ફ્રોડ પર લાગશે લગામ

UPI Payment: UPI મારફતે ડિજિટલ પેમેન્ટમાં વધારા સાથે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે

UPI Payment: UPI દ્વારા ડિજિટલ પેમેન્ટમાં વધારા સાથે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. વધતા જતા મામલાઓને જોતા રેગ્યુલેટરે છેતરપિંડી રોકવા માટે નવી તૈયારીઓ કરી છે. આ માટે UPI ટ્રાન્જેક્શનને PIN ને બદલે બાયોમેટ્રિક્સથી ઓથેન્ટિકેટ કરવાની વ્યવસ્થા પર કામ ચાલી રહ્યું છે.

બદલાઇ જશે યુપીઆઇ પેમેન્ટની રીત

મિન્ટના એક અહેવાલ મુજબ, રિટેલ પેમેન્ટ સિસ્ટમના ઓપરેટર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે એનપીસીઆઇએ યુપીઆઇ મારફતે થનારા પેમેન્ટને સુરક્ષિત બનાવવા માટે મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. યુપીઆઇથી થનારા પેમેન્ટ્સને ઓથેન્ટિકેટ કરવા માટે હવે બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવશે. ફિંગરપ્રિન્ટ અથવા ફેસ ઓથેન્ટિકેટ એટલે કે ચહેરો જોઇને ઓથેન્ટિકેટ વગેરે જેવા બાયોમેટ્રિક વિકલ્પો વિચારણા હેઠળ છે.

NPCIની ઘણી કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે

રિપોર્ટ અનુસાર, UPIમાં બાયોમેટ્રિક સુવિધા શરૂ કરવા માટે NPCI અનેક સ્ટાર્ટઅપ કંપનીઓ સાથે વાત કરી રહી છે. હવે મોટાભાગના ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ રિકૉગ્નિશન જેવા ફીચર્સ સાથે આવી રહ્યા છે. NPCIની યોજના છે કે સ્માર્ટફોનમાં હાજર આ ફીચર્સનો ઉપયોગ કરીને યુપીઆઇથી ટ્રાન્જેક્શન અને પેમેન્ટને સુરક્ષિત બનાવી શકાશે.

આ સ્માર્ટફોન ફીચર્સનો લાભ લેવામાં આવશે

દાખલા તરીકે Android ફોનમાં આવતા ફિંગર પ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકાશે. મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોન ફિંગર પ્રિન્ટ સ્કેનર સાથે આવે છે. ઘણા એન્ડ્રોઇડ ફોન ફેસ રેકૉગ્નિશનની ફીચરથી લેસ છે. iPhone યુઝર્સ ફેસ આઈડી દ્વારા UPI પેમેન્ટ કરી શકશે.

હાલમાં યુઝર્સને UPI પિનની જરૂર પડે છે.

હાલમાં UPI દ્વારા પેમેન્ટ કરવા માટે PIN જરૂરી છે. યુઝર્સ 4 અથવા 6 અંકનો પિન બનાવે છે, જેની મદદથી ટ્રાન્જેક્શનને ઓથેન્ટિકેટ કરી શકાય છે.  Google Pay, Phone Pay અને Paytm સહિતની તમામ UPI પેમેન્ટ એપ દ્વારા ટ્રાન્જેક્શન કરવા માટે ઓથેન્ટિકેટ માટે 4 અથવા 6 અંકનો પિન જરૂરી છે. ફેરફાર પછી પિનની જગ્યાએ ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રિકૉગ્નિશનનો ઉપયોગ કરી શકાશે. આ UPI પેમેન્ટને સરળ અને હવે કરતાં વધુ સુરક્ષિત બનાવશે.               

આ પણ વાંચો

Google ની ચેતવણી, તમારા ફોનમાંથી તરત જ આ એપ્સ ડિલીટ કરો, બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે!

ટોપ સ્ટોરી

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Embed widget