શોધખોળ કરો
Advertisement
વોડાફોન-આઈડિયાના યૂઝર્સ માટે મોટા સમાચાર, આ રાજ્યમાં 15 જાન્યુઆરીથી 3G સર્વિસ થઈ જશે બંધ
કંપનીએ કહ્યું કે, સ્પેક્ટ્રમ રીફાર્મિંગથી ત્યાં 4જીની સ્પીડ વધશે. કંપનીએ આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે 2100 મેગાહર્ટ્ઝ બેન્ડનું સ્પેક્ટ્રમ 5જી નેટવર્ક માટે લગાવવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ વોડાફોન આઈડિયા 15 જાન્યુઆરીથી દિલ્હીમાં પોતાની 3જી સેવા બંધ કરી રહી છે. નવા ફેરફાર અનુસાર, ઓપરેટરે દિલ્હી સર્કલમાં પોતાના ગ્રાહકોને હાલના સીને 4જીમાં અપગ્રેડ કરવા માટે કહેવાનું શરૂ કરી દીધું છે. આ નિર્ણય વીઆઈની ચાલી રહેલ સ્પેક્ટ્રમ રી-ફાર્મિંગનો એક ભાગ છે જે અંતર્ગત ઓપરેટર 4જી સેવાઓ માટે પોતાની 3જી સ્પેક્ટ્રમનો ઉપયોગ કરી રહ્યું છે. આ પહેલા મુંબઈ અને બેંગલોરમાં પણ આમ કરવામાં આવ્યું છે. દિલ્હીના Vi યૂઝર્સ પોતાનું હાલનું સિમને પોતાના નજીકના સ્ટોર પર જઈને 4Gમાં અપગ્રેડ કરાવવાનું રહેશે.
રિપોર્ટ અનુસાર ગ્રાહકોને સીમ અપગ્રેડ કરાવવાની જાણકારી આપવા માટે વીએ દિલ્હી સર્કલમાં પોતાના ગ્રાહકોને એસએમએસ મોકલવાનું શરૂ કર્યું છે. એસએમએસમાં યૂઝર્સને 15 જાન્યુઆરી પહેલા જૂનું સીમ 4જીમાં અપગ્રેડ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ટ્રાઇ દ્વારા આપવામાં આવેલ આંકડા અનુસાર Viના દિલ્હી સર્કલમાં 16.21 મિલિયનથી વધારે વાયરલેસ ગ્રાહકો છે. કંપનીએ કહ્યું કે, સ્પેક્ટ્રમ રીફાર્મિંગથી ત્યાં 4જીની સ્પીડ વધશે. કંપનીએ આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે 2100 મેગાહર્ટ્ઝ બેન્ડનું સ્પેક્ટ્રમ 5જી નેટવર્ક માટે લગાવવામાં આવી રહ્યું છે.
આ નિર્ણયથી 4જી કસ્ટમર્સ અને 2જી ગ્રાહકોને કોઈ અસુવિધા થશે નહીં. જણાવી દઈએ કે દિલ્હી સર્કલમાં કંપનીના 62 લાખથી વધુ સબ્સક્રાઈબર્સ છે. જેમાંથી 3જી યૂઝર્સ છે તેમણે 15 જાન્યુઆરી સુધીમાં સીમને 4જીમાં પોર્ટ કરાવવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement