(Source: ECI/ABP News/ABP Majha)
માર્કેટમાં આ કંપની ઉતારશે ડ્રૉન કેમેરા વાળો સ્માર્ટફોન, હવામાં ઉડીને લઇ શકશે ફોટા અને વીડિયો, જાણો.......
હવે સ્માર્ટફોન્સમાં ડ્રૉન કેમેરા વાળુ ફિચર જોવા મળશે. ચીની સ્માર્ટફોન કંપની વીવો (Vivo) જલ્દી પોતાના ફોનમાં ફ્લાઇંગ કેમેરા લઇને આવવાની છે.
નવી દિલ્હીઃ સમયની સાથે ટેકનોલૉજી પણ ખુબ એડવાન્સ થતી જઇ રહી છે. જ્યાં પહેલા ફોનમાં કેમેરાની મોટી વાત સમજાતી હતી, અને ત્યારબાદ સેલ્ફી કેમેરાનો સમય આવ્યો. વળી હવે આનાથી પણ આગળ નીકળી ગયુ છે સ્માર્ટફોન ફિલ્ડ. હવે સ્માર્ટફોન્સમાં ડ્રૉન કેમેરા વાળુ ફિચર જોવા મળશે. ચીની સ્માર્ટફોન કંપની વીવો (Vivo) જલ્દી પોતાના ફોનમાં ફ્લાઇંગ કેમેરા લઇને આવવાની છે.
ગયા વર્ષે પેટન્ટ કરી હતી ફાઇલ-
Vivoએ ગયા વર્ષ સ્માર્ટફોનની ડિઝાઇન પેટન્ટ કરી હતી, જે પ્રમાણે બતાવવામાં આવ્યુ છે કે તે આ કેમેરા ફોનની બૉડીથી અલગ થઇને ડ્રૉનની જેમ ઉડતા ઉડતા ફોટા ક્લિક કરશે, અને વીડિયો પણ બનાવશે. જોકે જોવામાં આ ફોન સામાન્ય સ્માર્ટફોનના જેવો જ હશે. ફક્ત આનો કેમેરો ખાસ હશે.
આમ ટક્કરથી બચશે કેમેરો-
વીવોના આ ડિટેચેબલ કેમેરામાં મૉડ્યૂલમાં ચાર પ્રૉપેલર આપવામાં આવ્યા છે, જેની મદદથી કેમેરા આસાનીથી હવામાં ઉડવા લાગશે. ફોનની બેટરીથી અલગ અલગ વધુ એક બેટરી આપવામાં આવી છે. સાથે જ આમાં બે કેમેરા સેન્સર આ પણ આપવામા આવ્યા છે. આ ઉપરાંત આ ફ્લાઇંગ કેમેરામાં બે ઇન્ફ્રારેડ સેન્સર પણ લાગેલા છે, જે ઉડતી વખતે કેમેરાને કોઇની પણ સાથે ટકરાવવાથી બચાવશે.
મળશે ફોલો મૉડ-
Vivo પોતાના ફ્લાઇંગ કેમેરામાં એકદમ ખાસ ટેકનોલૉજીનો યૂઝ કરશે, જેમાં યૂઝરને ફોલો મૉડ મળશે. આમાં એર જેસ્ચર પણ આપવામાં આવી શકે છે. જોકે હજુ સુધી આનો કોઇ ખુલાસો નથી કરવામાં આવ્યો, આ ફોન ક્યારે લૉન્ચ કરવામાં આવશે. હજુ એ પણ ક્લિયર નથી કે આ સેક્સેસ પણ હશે કે નહીં પરંતુ ટેકનોલૉજી જરૂર સામે આવી છે.
આ કંપની પણ લાવી શકે છે આવો ફોન-
વીવોના આ ફ્લાઇંગ ફોન બાદ ઓપ્પો, શ્યાઓમી, રિયલમી, વનપ્લસ પણ આવી ટેકનોલૉજી વાળો સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. હવે જોવાનુ એ રહેશે કે વીવોનો આ ફોન કેટલો સફળ થાય છે અને કઇ રીતે કામ કરશે.