શોધખોળ કરો
Vodafone-Ideaના યૂઝર્સ માટે ખરાબ સમાચાર, કંપનીએ મોંઘા કર્યા આ બે પોપ્યુલર પ્લાન
આ નવા ટેરિફ હવે એ તમામ સર્કલમાં લાગુ થશે જ્યાં વોડાફોન આઈડિયા રેડ ફેમિલી પ્લાન રજૂ કરે છે.

વોડાફોન-આઈડિાય યૂઝર્સને કંપનીએ ઝાટકો આપ્યો છે. કંપનીએ પોતાના સૌથી વધારે પોપ્યુલર પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. Viએ 598 રૂપિયા અને 749 રૂપિયાવાળા ફેમિલી પોસ્ટપેડ પ્લાનની કિંમત 50 રૂપિયા સુધી વધારી દીધી છે. આ નવા ટેરિફ હવે એ તમામ સર્કલમાં લાગુ થશે જ્યાં વોડાફોન આઈડિયા રેડ ફેમિલી પ્લાન રજૂ કરે છે. આ બન્ને પ્લાન્સમાં કંપની અનેક શાનદાર ઓફર આપે છે. આવો જાણીએ આ ઓફર વિશે. આ છે પ્લાન્સની કિંમત એક રિપોર્ટ અનુસાર Viના ફેમિલી પ્લાનની કિંમત 598 રૂપિયા હતી જે હવે 649 રૂપિયા થઈ ગઈ છે. આ જ રીતે કંપનીએ 749 રૂપિયાવાળા રેડ ફેમિલી પ્લાનની કિંમત પણ 799 રૂપિયા કરી દીધી છે. જે પણ સર્કલ્સમાં Viના આ પ્લાન એક્ટિવ હતા ત્યાં તેની કિંમત પર અસર પડશે. 649 રૂપિયાવાળા પ્લાનની ઓફર્સ Viના 649 રૂપિયાવાળા રેડ ફેમિલી પ્લાનમાં ગ્રાહકોને 80જીબી ડેટા આપવામાં આવે છે. તેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને એકમ હિના માટે 100 એસએમએસ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેમાં 80જીબી ડેટાને બે ભાગમાં કેટેગરાઈઝ કરવામાં આવ્યા છે. પ્રાઇમરી કનેક્શન 50જીબી ડેટા અને સેકન્ડરી કનેક્શન 30 જીબી ડેટા યૂઝ કરી શકે છે. 799 રૂપિયાવાળા પ્લાનની ઓફર્સ જ્યારે Viના 749 રૂપિયાવાળા રેડ ફેમિલી પ્લાનમાં ગ્રાહકોને 120જીબી ડેટા આપવામાં આવે છે. તેમાં ત્રણ કનેક્શનની સુવિધા આપવામાં આવી છે. પ્રાઇમરી કનેક્શન 60જીબી ડેટા અને બાકીના બે સેકન્ડરી કનેક્શન 30-30 જીબી ડેટાનો ઉપયોગ કરી શેક છે. સાથે જ આ પ્લાનમાં પણ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને એક મહિના માટે 100 એસએમએસ આપવામાં આવે છે. બન્ને પ્લાનમાં Amazon Prime, Zee5 અને Vi Movies & TVનું એક વર્ષનું ફ્રી સબ્સક્રિપ્શન સામેલ છે.
વધુ વાંચો




















