શોધખોળ કરો
Vodafoneએ રજૂ કર્યા ખાસ પ્લાન, રોજ મળશે 3GB ડેટા અને ફ્રી કોલિંગ
જો તમારે વધારે ડેટાનો ઉપયોગ કરો છો તો વોડાફોનના આ પ્લાન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શેક છે.
![Vodafoneએ રજૂ કર્યા ખાસ પ્લાન, રોજ મળશે 3GB ડેટા અને ફ્રી કોલિંગ vodafone launched two new plan offering 3gb daily data Vodafoneએ રજૂ કર્યા ખાસ પ્લાન, રોજ મળશે 3GB ડેટા અને ફ્રી કોલિંગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/23180044/vodafone.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે વોડાફોને કેટલાક પ્લાન રજૂ કર્યા છે. જે લોકો વધારે ડેટાનો ઉપયોગ કરે છે તેના માટે આ પ્લાન ફાયદાકારક સાબિત થઈ શકે છે. વોડાફોનના બે નવા પ્લાન જે 558 રૂપિયા અને 398 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. આવો જાણીએ આ બે નવા પ્લાનમાં ગ્રાહકોને શું શું મળશે.
398 રૂપિયાવાળો પ્લાન
Vodafoneનના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. ઉપરાંત ગ્રાહકોને રોજ 3 જીબી ડેટા મળે છે. ઉપરાંત દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ અનો રોજ 100 ફ્રી એસએમએસ ઓફર કરવામાં આવે છે. આ પ્લાન મુંબઈ અને મધ્ય પ્રદેશ સર્કલમાં ઉપલબ્ધ છે.
558 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને રોજ 3 જીબી ડેટા અને 100 ફ્રી એસેએમએસની સુવિધા મળે છે. આ પ્લાન અંતર્ગત કોઈપણ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ મળે છે. જો તમારે વધારે ડેટાનો ઉપયોગ કરો છો તો વોડાફોનના આ પ્લાન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શેક છે.
19 રૂપિયાવાળો પ્લાન
Vodafoneના આ પ્લાનમાં ગ્રાહકોને વધારે ડેટાની ઓફર મળે છે. હવે આ પ્લાનમાં 200 એમબી ડેટા આપવામાં આવે છે, જ્યારે પહેલા 150 એમબી ડેટા મળતો હતો. આ પ્લાનની વેલિડિટી માત્ર 2 દિવસની છે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગનો લાભ પણ ળે છે. હાલમાં આ પ્લાન માત્ર હરિયાણા, મધ્ય પ્રદેશ અને મુંબઈમાં ઉપલબ્ધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)