શોધખોળ કરો
Advertisement
WhatsAppની નવી પ્રાઈવેસી પોલિસીમાં તમારી પાસે બે જ વિકલ્પ છે- સ્વીકારી લો અથવા App ડિલીટ કરો
WhatsAppમાં યૂઝર્સની પાસે હાલમાં Not Nowનો ઓપર્શન છે. એટલે કે જો યૂઝર્સ ઇચ્છે તો તેને એક્સેપ્ટ ન કરે. ન સ્વીકારવા પર એપ ચાલતી રહેશે.
વિશ્વભરમાં જાણીતી એપ WhatsApp પોતાના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ લઈને આવે છે. આ વર્ષે એપમાં અનેક ફીચર્સ આવવાના છે. WhatsApp ટૂંકમાં જ પોતાની નવી પ્રાઈવેસી પોલિસી લઈને આવવાનું છે. જો યૂઝર્સ આ પોલિસીને એક્સેપ્ટ નહીં કરે તો તેને એપ ડિલીટ કરવી પડશે. આવો જાણીએ આ નવી પ્રાઈવેસી પોલિસીમાં શું છે ખાસ.
WhatsAppની નવી ટર્મ્સ અને પ્રાઈવેસી પોલિસી
WhatsApp યૂઝર્સે એપની નવી ટર્મ અને પ્રાઈવેસી પોલિસી ટૂંકમાં જ સ્વીકારવી પડશે. કહેવાય છે કે જો તમે આ પ્રાઈવેસી પોલિસીને સ્વીકારશો નહીં તો WhatsAppનો ઉપયોગ નહીં કરી શકો. WABetaInfo અનુસાર WhatsApp 8 ફેબ્રુઆરી, 2021ના રોજ પોતાની ટર્મ્સ ઓફ સર્વિસ કોડ અપડેટ કરવા જઈ રહ્યું છે. જો WhatsApp યૂઝર્સ તેને સ્વીકારશે નહીં તો તે WhatsAppનો ઉપયોગ નહીં કરી શકે.
પોલિસીમાં શું છે ખાસ
WhatsAppની નવી પોલિસીમાં યૂઝર્સને જે લાઈસન્સ આપવામાં આવે છે તેમાં કહેવામાં આવ્યું છે કે, અમારી સેવાઓને સંચાલિત કરવા માટે WhatsAppને જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર મોકલો છો અથવા મેળવો છે તેનો ઉપયોગ, રિપ્રોડ્યૂસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસ્પ્લે માટે વિશ્વભરમાં નોન એક્સક્લૂસિવ, રોયલ્ટી ફ્રી, સબ્સિસેંસેબલ અને ટ્રાન્સફરેબલ લાઈસન્સ આપવામાં આવે છે.
હાલમાં યૂઝર્સ પાસે આ ઓપ્શન છે
WhatsAppમાં યૂઝર્સની પાસે હાલમાં Not Nowનો ઓપર્શન છે. એટલે કે જો યૂઝર્સ ઇચ્છે તો તેને એક્સેપ્ટ ન કરે. ન સ્વીકારવા પર એપ ચાલતી રહેશે. ઉપરાંત નવી પોલિસી અંતર્ગત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ઇન્ટીગ્રેશન થશે. જોકે WhatsAppનો ડેટા પહેલા પણ ફેસબુક સાથે શેર થતો હતો પરંતુ હવે ફેસબુકની સાથે WhatsApp અને ઇન્સ્ટાગ્રામનું ઇન્ટીગ્રેસન પહેલા કરતાં વધારે થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement