શોધખોળ કરો
Advertisement
પોલિસીમાં ફેરફાર પર WhatsAppની સ્પષ્ટતા, કહ્યું- નવા અપડેટથી ફેસબુક સાથે ડેટા શેરિંગ....
વોટ્સઅપે હાલમાં જ પોતાની નવી પ્રાઇવેસી પોલિસીને લઈને અપડેટ આપવાનું શરૂ કર્યું હતું. તેમાં યૂઝર્સના ડેટા પ્રોસેસ અને ફેસબુકની સાથે શેર કરવા સંબંધિત અપડેટની જાણકારી આપવામાં આવી રહી છે.
ઇન્સટન્ટ મેસેજિંગ એપ વોટ્સઅની વિશ્વભરમાં ટીકા થયા બાદ સ્પષ્ટતા કરી છે. ડેટા શેરિંગ પોલિસીમાં ફેરફાર પર સ્પષ્ટતા કરતાં વોટ્સપે કહ્યું કે, નવા અપડેટથી ફેસબુક સાથે ડેટા શેરિંગમાં કોઈ ફેરફાર નહીં થાય. ચેટ અને કોલ ડિટેલ પૂરી રીતે સુરક્ષિત હશે અને એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શન પણ યથાવત રહેશે.
વોટ્સઅપે હાલમાં જ પોતાની નવી પ્રાઇવેસી પોલિસીને લઈને અપડેટ આપવાનું શરૂ કર્યું હતું. તેમાં યૂઝર્સના ડેટા પ્રોસેસ અને ફેસબુકની સાથે શેર કરવા સંબંધિત અપડેટની જાણકારી આપવામાં આવી રહી છે. અપડેટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વોટ્સએપની સેવાઓનો ઉપયોગ ચાલુ રાખવા માટે યૂઝર્સને 8 ફેબ્રુઆરી, 2021 સુધીમાં નવી શરતો અને નીતિ સાથે સહમત થવાનું રહેશે.
વોટ્સઅપ પ્રમુખ બિલ કેથાર્ટે સ્પષ્ટતા કરી
ટીકાઓના બાદ વોટ્સઅપ પ્રમુખ વિલ કેથાર્ટે ટ્વીટ કરીને તેના પર સ્પષ્ટતા કરી છે. કેથાર્ટે કહ્યું કે, કંપની પોતાની નીતિપારદર્શી હોવા અને પીપુલ-ટૂ-બિઝનેસના વૈકલ્પિક ફીચરની જાણકારી આપવા માટે અપડેટ કરી છે. તેમણે કહ્યું, ‘એ સ્પષ્ટ હોવું અમારા માટે મહત્ત્વપુર્ણ છે કે આ અપડેટ કારોબાર સંબંધીત જાણકારીઓ આપવા માટે છે. તેનાથી ફેસબુકની સાથે ડેટા શેર કરવાની અમારી નીતિઓમાં કોઈ અસર નહીં પડે.’
શું છે વોટ્સઅપની નવી પ્રાઇવેસી પોલિસી
નવી પોલિસીમાં યૂઝર્સને જે લાઈસન્સ આપવામાં આવે છે તેમાં કહેવામાં આવ્યું છે કે, અમારી સેવાઓ ચાલુ રાખા માટે તમારે વોટ્સઅપને, જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, મોકલવામાં અથવા મેળવવામાં આવે છે, તેનો ઉપયોગ, રિપ્રોડ્યૂસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસ્પ્લે માટે વિશ્વભરમાં, નોન ઓક્સક્લૂસિવ, રોયલ્ટી ફ્રી, સબ્લિસેન્સેબલ અને ટ્રાન્સફરેબલ લાઈસન્સ આપવામાં આવે છે. વોટ્સઅપ યૂઝર્સે એપની નવી ટર્મ અને પ્રાઇવેસી પોલિસીને મંજૂરી આપવી પડશે. કહેવાય છે કે, જો તમે આ પ્રાઇવેસી પોલિસી સાથે સહમત નહીં થાવ તો તમે વોટ્સઅપનો ઉપયોગ નહીં કરી શકો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement