શોધખોળ કરો

WhatsAppમાં વીડિયો કૉલિંગ માટે આવી બેસ્ટ સુવિધા, જાણો શું છે ફિચર ને કઇ રીતે કરે છે કામ.....

કંપનીએ iOS યૂઝર્સ માટે એક ખાસ ફિચર રિલીઝ કર્યુ છે જેના દ્વારા હવે યૂઝર્સને વીડિયો કૉલિંગનો એક્સપીરિયન્સ વધુ સારો બની જશે.

નવી દિલ્હીઃ પૉપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) થોડાક દિવસોના અંતરે પોતાના યૂઝર્સના એક્સપીરિયરન્સ સારો બનાવવા કંઇકને કંઇક ખાસ ફેસિલિટી આપતુ રહે છે. હવે આ કડીમાં કંપનીએ વધુ એક નવા ફિચરને એડ કર્યુ છે. ખરેખરમાં કંપનીએ iOS યૂઝર્સ માટે એક ખાસ ફિચર રિલીઝ કર્યુ છે જેના દ્વારા હવે યૂઝર્સને વીડિયો કૉલિંગનો એક્સપીરિયન્સ વધુ સારો બની જશે. આ સુવિધાની મદદથી યૂઝર હવે ચાલુ વીડિયો કૉલ્સને જૉઇન કરી શકશે. આ માટે તેને કોઇ બીજા યૂઝર તરફથી જૉઇન કરાવવાની જરૂર નહીં પડે. 

આ અપડેટની સાથે કરવામાં આવ્યુ રિલીઝ-
WhatsAppએ લેટેસ્ટ iOS બીટા અપડેટની સાથે એક યૂઝર ઇન્ટરફેસ પણ રિલીઝ કર્યુ છે. આ જૉઇનેબલ કૉલ્સ ફિચરને iOS ડિવાઇસીસ માટે વૉટ્સએપ બીટા અપડેટ 2.21.140.11ની સાથે રિલીઝ કરવામાં આવ્યુ છે. નવા યૂઝર ઇન્ટરફેસ ગૃપ કૉલિંગ માટે પણ રૉલઆઉટ કરવામાં આવી રહ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે આ નવુ યૂઝર ઇન્ટરફેસ જલ્દી જ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ રૉલઆઉટ કરવામાં આવશે. 

આ રીતે કરશે કામ- 
માની લો કે જો કોઇ યૂઝર કૉલની શરૂઆતમાં કૉલ જૉઇન નહીં કરે શકે અને બાદમાં આની સાથે જોડાવવા ઇચ્છશે, તો તે જૉઇનેબલ કૉલ્સ ફિચરની મદદથી જૉઇન કૉલ કે પછી કૉલ ટેબની નીચે આપવામાં આવેલા ટેપ ટૂ જૉઇન બેનર પર ક્લિક કરીને જૉઇન કરી શકે છે. જોકે આના માટે શરત એ છે કે ગૃપ વીડિયો કૉલિંગ ઓનગૉઇંગ હોય મતલબ ચાલી રહ્યો હોય. જો હાલની વાત કરીએ તો કોઇ યૂઝર ચાલુ વીડિયો કૉલની સાથે નથી જોડાઇ શક્યો તો આના માટે બીજા યૂઝરે તેને જૉઇન કરવાનો હોય છે. 

New Feature: આઇફોનમાં WhatsApp વાપરનારાઓ માટે આવી રહ્યું છે ખાસ ફિચર્સ, આ રીતે કરશે કામ, જાણો શું છે.......
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનુ ડિસઅપેયરિંગ મેસેજ ફિચર હવે આને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવી રહ્યું છે. વૉટ્સએપના નવા અપડેટ્સ અને ફિચર્સ પર નજર રાખનારા પ્લેટફોર્મ WABetaInfoએ તાજેતરમાં જ બતાવ્યુ કે નવુ ફિચર હવે iOS બીટા યૂઝ્સ માટે રૉલઆઇટ થઇ રહ્યું છે, જે પછી તમે પણ બીટા યૂઝર્સ છો તો તમે પણ કોઇપણ એપલ ડિવાઇસમાંઆ ફિચરનો યૂઝ કરી શકો છો. એન્ડ્રોઇડમાં આ ફિચર યૂઝર્સને પહેલાથી જ આપવામા આવી રહ્યું છે. 

ટેસ્ટિંગ ફેઝમાં છે બીટા વર્ઝન-
WABetaInfo અનુસાર iOS પર વૉટ્સએપ ડિસઅપેયરિંગ મેસેજ ફિચરને હજુ પણ બીટા યૂઝર્સ માટે ટેસ્ટ કરવામા આવી રહ્યું છે. જેનાથી જાણી શકાય છે કે આ ફિચર જલ્દી આઇઓએસ યૂઝર્સ માટે પબ્લિકલી રૉલઆઉટ કરવામાં આવશે. જોકે આની હજુ સુધી ઓફિશિયલ લૉન્ચ ડેટનો ખુલાસો નથી થયો. 

iOS યૂઝર્સ માટે થયુ રૉલઆઉટ-
WhatsAppનુ ડિસઅપેયરિંગ મેસેજ ફિચર iOS બીટા વર્ઝન માટે અલગ અલગ ફેઝમાં રિલીઝ થઇ રહ્યું છે. મતલબ જો તમે  iOS બીટા યૂઝર છો અને તમને ડિસઅપેયરિંગ ફિચર નથી મળ્યુ, તો નવા અપડેટમાં મળી જશે. સાથે આના માટે એપ સ્ટૉર પર જઇને એપનુ લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવુ પડશે. જો તમારા ફોનમાં લેટેસ્ટ બીટા વર્ઝન ઇન્સ્ટૉલ થશે ત્યારે જ નવા ફિચર બીજાઓથી પહેલા મળશે. 

આ રીતે કરે છે કામ- 
WhatsAppનુ Disappearing message ફિચર ટેક્સ્ટની સાથે સાથે વીડિયો, ઓડિયો અને બીજી ફાઇલ્સ એક નક્કી સમય બાદ ઓટોમેટિક ડિલીટ થઇ જાય છે. આ ફિચર ઓન હોવા પર મોકલવામાં આવેલા મેસેજો અને બીજી મીડિયા ફાઇલ્સ સાત દિવસ બાદ ડિલીટ થઇ જાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Crime: દુષ્કર્મ પીડિતા ભરુચની નિર્ભયા આઠ દિવસ બાદ હારી જિંદગીનો જંગ | Abp AsmitaKutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?
ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Embed widget