WhatsApp New Feature: હવે ફોન બંધ કર્યાં બાદ પણ whatsapp દ્વારા મોકલી શકશો મેસેજ, જાણો કઇ રીતે
WhatsAppના મલ્ટી ડિવાઇસ ફિચરની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી. જે હવે બહુ જલ્દી અવેલેબલ થશે. તેમાં એક સાથે ચાર ડિવાઇસમાં વ્હોટસએપ ચલાવવામાં આવશે.

WhatsAppના મલ્ટી ડિવાઇસ ફિચરની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી. જે હવે બહુ જલ્દી અવેલેબલ થશે. તેમાં એક સાથે ચાર ડિવાઇસમાં વ્હોટસએપ ચલાવવામાં આવશે.
ઇન્સ્ટૈંટ મસેજિંગ એપ વ્હોટસઅપ યુઝર્સ માટે એવું ફીચર્સ લઇને આવી રહ્યું છે કે, જેની મદદથી યુઝર્સ ફોન વિના પણ મેસેજ મોકલી શકશે. જી હાં અહીં વાત થઇ રહી છે મલ્ટી ડિવાઇસ ફીચર્સની. આ ખાસ ફીચર દ્વારા યુઝર એક જ અકાઉન્ટને એકથી બીજા ડિવાઇસથી વ્હોટસએપ પર મેસેજ કરી શકશે. તો જાણીએ તેના વિશે.
બીજી વખત કરવામાં આવ્યું ડિઝાઇન
કંપનીએ કહ્યું કે, વ્હોટસઅપના નવા ફીચરથી જુની પરેશાની દૂર થશે. જેમાં યુઝર્સને બીજા ડિવાઇસેઝમાં ડિસ્કનેક્ટની ફરિયાદ આવતી હતી. પહેલા મેઇન ડિવાઇસથી લોગ આઉટ થયા બાદ વ્હોટસએપ વેબથી પણ એપ ડિસકનેક્ટ થઇ જાય છે.જો કે હવે નવા ફીચર બાદ આવું નહીં થાય. કંપનીનું કહેવું છે કે, તેના માટે કંપનીએ નવી ડિઝાઇન તૈયાર કરી છે. વ્હોટસએપ મુજબ યુઝર્સના દરેક ડિવાઇસને એક 'Identity Key' મળશે અને તેનો રેકોર્ડ રાખવામાં આવશે કે કઇ આઇડેન્ટીટીની ક્યાં યુઝરના ક્યાં ડિવાઇસની છે.
કોને નહીં મળે યુઝ કરવાનો મોકો
વ્હોટસએપ ચીફ વિથ કૈથકાર્ટએ એપના અપડેટેડ મલ્ટી ડિવાઇસ ફીચર માટે લિમિટેડ પબ્લિક બીટા ટેસ્ટિંગની જાહેરાત કરી છે. હાલ આ બીટા ટેસ્ટર્સ એક ખાસ ગ્રૂપ માટે અવેલેબલ છે. જે વ્હોટસએપના બીટા પ્રોગ્રામનો હિસ્સો છે, કૈથકાર્ટ મુજબ ઝડપથી તેને ગ્લોબલ લેવલ પર રોલ આઉટ કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ WhatsApp Multi Device આ ફીચર હેઠળ યુઝર્સ મેન ડિવાઇસ સિવાય ત્રણ એડિશનલ ડિવાઇસ પર વ્હોટસ એપ ચલાવી શકશે, એટલે એક સાથે ચાર ડિવાઇસ પર એક જ વ્હોટસએપ ચાલશે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, શરૂઆતમાં પર્ફોમ્સ અને ક્વોલિટીને લઇને યુઝર્સને થોડી પરેશાની થઇ શકે છે જો કે સમય સાથે તે વ્યવસ્થિત થઇ જશે.
ઇન્ટરનેટ વિના કરશે કામ
રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, મલ્ટિ-ડિવાઇસ ફીચરને યુઝ કરવા માટે યુઝર્સ એપનું લેટસ્ટ વર્જન ડાઉનલોડ કરવાનું રહેશે, આ ઉપરાંત, એડિશનલ ડિવાઇસ, મેઇન ડિવાઇસ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેકશન વિના પણ ચાલશે,. એક વખત બીજા ડિવાઇસથી કનેક્ટ કર્યાં બાદ આપ મેઇન ડિવાઇસથી ઓફ થઇ શકો છો. ઓફલાઇન થયા બાદ એડિશનલ ડિવાઇસિઝમાં વ્હોટસએપ ચલતો રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
