WhatsApp Update: હવે વોટ્સએપ સ્ટેટ્સ પર શેર કરી શકશો લાંબા વીડિયો, જલદી રોલઆઉટ થશે ફીચર
WhatsApp Status Update: અત્યાર સુધી વોટ્સએપ પર સ્ટેટસ પર માત્ર 30 સેકન્ડનો વીડિયો જ પોસ્ટ કરી શકાતો હતો
WhatsApp New Feature: WhatsApp એક પછી એક નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. સ્ક્રીનશોટ બ્લોકથી લઈને અવતાર ફીચર સુધી.. WhatsApp તાજેતરમાં ઘણા નવા ફીચર્સ લાવ્યા છે. આ સીરીઝમાં કંપની સ્ટેટસ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી પાવરફુલ ફીચર લાવી છે. આ નવા ફીચરમાં યુઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશે.
📝 WhatsApp beta for Android 2.24.7.6: what's new?
— WABetaInfo (@WABetaInfo) March 19, 2024
WhatsApp is rolling out a feature to share videos of up to 1 minute in length via status updates, and it’s available to some beta testers! Some users may get the same feature with the previous update.https://t.co/jtNAqaAb8n pic.twitter.com/fHOidmCPRO
અત્યાર સુધી વોટ્સએપ પર સ્ટેટસ પર માત્ર 30 સેકન્ડનો વીડિયો જ પોસ્ટ કરી શકાતો હતો પરંતુ આ નવા ફીચરના આવ્યા બાદ સ્ટેટસની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. WABetaInfoએ આ નવા ફીચરની માહિતી આપી છે. એટલું જ નહીં, WABetaInfoએ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
ઘણા સમયથી આ ફીચરની માંગ હતી
કંપની બીટા યુઝર્સ માટે આ નવું ફીચર રોલઆઉટ કરી રહી છે. બીટા યુઝર્સ આ અપડેટને એન્ડ્રોઇડ 2.24.7.6 માટે WhatsApp બીટામાં ચેક કરી શકે છે. યુઝર્સ લાંબા સમયથી સ્ટેટસમાં લાંબા વીડિયો શેર કરવાના ફીચરની માંગ કરી રહ્યા હતા, જે બાદ તેમની માંગ પૂરી થવા જઈ રહી છે. બીટામાં ટેસ્ટિંગ બાદ આ ફીચરને વિશ્વના યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
સ્ટેટસ અપડેટ ફીચર સિવાય વોટ્સએપ અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરમાં તમે WhatsApp પર UPI પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરી શકશો. WABetaInfoના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની આ ફીચર પર બીટા ટેસ્ટિંગ કરી રહી છે, ત્યારબાદ જ આ ફીચરને યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. વાસ્તવમાં વોટ્સએપે બીટા યુઝર્સ માટે એન્ડ્રોઇડ 2.24.6.13 અપડેટ વર્ઝન રિલીઝ કર્યું છે. આ વર્ઝન મારફતે યુઝર્સને એક નવું ફીચર મળશે, જેના દ્વારા યુઝર્સ તેમના WhatsApp એકાઉન્ટમાં ત્રણથી વધુ ચેટ બોક્સ અથવા ગ્રુપ્સને પિન કરી શકશે.